Sihor
સિહોરના ટાણા ગામને સ્વચ્છ બનાવવાની પોલીસની પહેલ ; રવિવાર એ સ્વચ્છતા અભિયાન
કુવાડિયા
રવિવારે સવારે સાત વાગ્યાથી ટાણા ગામે જાહેર સ્થળો, મુખ્ય બજારો સ્વચ્છતા અભિયાન સાફ સફાઈનું આયોજન, લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સરપંચ દ્વારા અનુરોધ, આ અભિયાનમાં સિહોર પોલીસ પણ જોડાયો
કોઈપણ નાગરિક પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તેનાથી આકર્ષાય અને તેને ન્યાય મળશે તેવી આશા જાગે તે માટે પોલીસ સ્ટેશન એક આદર્શ સરકારી કચેરી બને તે માટે સિહોર પીઆઇ ભરવાડએ અભિયાન છેડ્યું હતું અને જેને સફળતા પણ મળી હતી. પોલીસ અને નાગરિક વચ્ચે પણ અંતર ઘટે અને કચેરીમાં પ્રવેશતા જ નાગરિકને ન્યાય મળશે તેવો વિશ્વાસ થાય તે દિશામાં પીઆઇ ભરવાડ સતત કાર્યશીલ બન્યાં હતા. ત્યારેબસિહોરના ટાણા ગામને સ્વચ્છ બનાવવાની પોલીસે પહેલ કરી હતી.
રવિવાર એ ટાણા ગામે જાહેર સ્થળો, મુખ્ય બજારો સ્વચ્છતા અભિયાન સાફ સફાઈનું આયોજન કરાઈ જેમાં લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સરપંચ દ્વારા અનુરોધ પણ કરાયો હતો આ અભિયાનમાં સિહોર પોલીસ પણ જોડાશે સરપંચ દ્વારા જણાવ્યા અનુસાર રવિવારે સવારે સાત કલાકે ટાણા ગામના જાહેર સ્થળો અને મુખ્ય બજારોની સ્વચ્છતાનું કાર્ય ગામ આગેવાનો અને લોકોના સહયોગથી ગામ સ્વચ્છતા અભિયાન આયોજિત કરાયું ટાણા ગામના લોક દરબારમાં સ્વચ્છતા કામગીરી સંદર્ભે જિલ્લા પોલીસવડા રવિન્દ્ર પટેલની સૂચના સંદર્ભે આપણે સૌ સહિયારા પ્રયાસથી ગામની સ્વચ્છતા કરી નિરોગી ગામ બનાવવાની પહેલ કરીએ છે.
સવારે સાત કલાકે ગ્રામ પંચાયત કચેરી મળી અને આ અભિયાનમાં સહયોગ આપીએ. આવો સાથે મળીને ” સ્વચ્છ ગામ નિરોગી ગામ” સૂત્ર સાથે મળી શરૂઆત કરીએ. સર્વ ગ્રામજનોને સમયસર ,સમજદારી સાથે આ અભિયાનમાં સહકાર આપવા વિનંતી. સાથે સાથે આ અભિમાનમાં ખુબ બહોળી સંખ્યામાં પોલીસ કર્મીઓ સહભાગી થવાના છે તેવું સરપંચ દ્વારા જણાવ્યું હતું.