Bhavnagar
શિક્ષિકાને થતી અકારણ કનડગત સામે પાલીતાણા 181 હેલ્પલાઇન મદદ માટે પોહચી
પવાર
- કોઈના જીવનમાં વ્યક્તિગત ડોક્યુ કરી શુ ફાયદો.?
- શિક્ષિકા ને એમના સ્ટાફ દ્વારા હેરાનગતિ થતી હતી, લોકો ચરિત્ર વિશે પણ વાતો કરતા હતા. આખરે શિક્ષિકાએ 181 ટીમની મદદ લીધી
આપડા સમાજ જીવનમાં માણસ સામેના વ્યક્તિ શુ કરે છે તેનું ધ્યાન વધુ રાખે છે. આખરે સવાલ એ છે કે કોઈની પ્રશનલ બાબતોમાં ડોક્યુ કરી શુ ફાયદો મેળવી લેવાનો છે તે સમજ બહાર છે. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે ભાવનગર જિલ્લાના એક તાલુકાના ગામેં ચોંકાવનારી બાબત સામે આવી છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા મહિલા શિક્ષિકાને તેના સ્ટાફ દ્વારા હેરાનગતિ અને કનડગત કરવામા આવતી હતી. તેમજ એમના ચારિત્ર સામે પણ અફવાઓ ફેલાવી શિક્ષિકાને હેરાન કરવામાં આવી રહ્યા છે. આખરે કંટાળી શિક્ષિકાએ 181 હેલ્પલાઈન ટીમની મદદ માંગી હતી.
આપણે ત્યાં શિક્ષકોનો ખૂબ આદર કરવામા આવે છે. ભાવનગર જિલ્લાના એક ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક મહિલા શિક્ષકને સ્ટાફ દ્વારા હેરાનગતિ અને કનડગત કરવામા આવતી હતી અને કેટલાક લોકો દ્વારા શિક્ષિકા મહિલાના ચરિત્ર વિશે પણ અફવાઓ ઉડાવાય હતી આખરે શિક્ષિકા મહિલાએ કંટાળી જઈને પાલીતાણા હેલ્પલાઇન 181 ટીમનો સંપર્ક કરી મદદ માંગી હતી. 181 ટીમના કાઉન્સિલર તેમજ સ્ટાફ જેતે ગામની શાળા ખાતે પોહચી શિક્ષિકા મહિલાની મદદ કરી સ્ટાફ સાથે ચર્ચાઓ કરી કાયદાકીય સમજ આપીને મામલો થાળે પાડ્યો હતો, અને સમસ્યાને થાળે પાડી હતી આખરે સવાલ અહીં એ છે કે કોઈના જીવનમાં વ્યક્તિગત ડોક્યુ કરી શુ ફાયદો છે.?