Bhavnagar

ભાવનગર ; ડમીકાંડમાં પકડાયેલા સરકારી વિભાગમાં ફરજ બજાવતા 16 આરોપીઓની તપાસ હવે ACB કરશે

Published

on

બરફવાળા

ભાવનગરમાં રાજ્યવ્યાપી ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે અત્યાર સુધી 45 જેટલા આરોપીઓની ધરપકડ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હજુ આ કેસમાં આરોપીઓની પકડવાની કાર્યવાહી ચાલી છે. પોલીસે ચોપડે કુલ 57 જેટલી ફરિયાદો નોંધાઈ છે, જેમાં સરકારી પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેસાડી સરકારી નોકરી મેળવી હતી. ડમીકાંડમાં પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ અલગ અલગ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા હતા. સરકારી વિભાગમાં ફરજ બજાવતા આ 16 જેટલા આરોપીઓ સામે હવે આગળની તપાસ ACB કરશે. ડમીકાંડમા પકડાયેલા સરકારી કર્મચારીઓની તપાસ ભાવનગર ACBના પી. આઈ. એમ. ડી. પટેલ અને માલા ભરવાડને સોંપવામાં આવી છે. જે સમ્રગ મામલો ઝીણવટપૂર્વક તપાસ કરતા ડમીકાંડમાં સંડોવાયેલા 16 જેટલા આરોપીઓ સરકારી વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા.

Bhavnagar; The ACB will now investigate the 16 accused working in the government department caught in the scam

જેમાં શરદ પનોત જે સરતાનપર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો, પ્રકાશ દવે BQC તળાજા, પ્રદીપ બારૈયા કોર્ટ કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો, સંજય પંડ્યા ટ્રેનિંગ PSI તરીકે ફરજ બજાવતો હતો, અક્ષય બારૈયા PTI કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો, વિરમદેવસિંહ ગોહિલ ST ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો, ભાર્ગવ બારૈયા, રમેશ બારૈયા MPHW સાવરકુંડલામાં ફરજ બજાવાતો હતો, વિપુલ અગ્રવાત શિક્ષક તળાજા તરીકે ફરજ બજાવતો હતો, હસમુખ ભટ્ટુ કેશળામાં તલાટી તરીકે ફરજ બજાવતો હતો, સંજય સોલંકી MPHW છોટાઉદેપુર ફરજ બજાવતો હતો, ગોપાલ લાંધવા MPHW સાવરકુંડલામાં ફરજ બજાવતો હતો, ઈકબાલ લોંડિયા MPHW પાવી જેતપુત ખાતે ફરજ બજાવતો હતો, હનીફ લોડિયા MPHW પાવી જેતપુરમાં ફરજ બજાવતો હતો, કલ્પેશ જાતી શિક્ષક છોટાઉદેપુર તરીકે ફરજ બજાવતા હતા, દિવેશ પંડયા પોલીસ કોન્સ્ટેબલ બગદાણા ફરજ બજાવતો હતો એમ કુલ 16 જેટલા આરોપીઓ સામે તપાસ હવે ACB દ્વારા કરવામાં આવશે

Trending

Exit mobile version