Sihor
સિહોર ; કોઈ ભલા માણસે કોલ કર્યો અને અભયમ રેસ્ક્યુ ટિમ એક યુવતીની મદદ માટે પોહચી
પવાર
બગદાણા મંદિર આસપાસ એક અજાણી યુવતી મુંઝાયેલી હાલતમાં એકલી બેઠી હતી, 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની રેસ્કયુ ટીમની સમયસૂચકતાથી યુવતી મળી આવી, તપાસમાં ખુલ્યું કે સાસરીમાં ઝગડો થયો અને પતિ બે દિવસ પહેલા આવું છું કહી અહીં છોડીને જતો રહ્યો
પાલીતાણા 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની રેસ્કયુ ટીમની સમયસૂચકતા અને અજાણી યુવતીને મદદરૂપ બનવાની એક અજાણ્યા વ્યક્તિની ભલાઈના પગલે એક યુવતીની સુરક્ષા થઈ છે આ અંગે વિગતો આપતાં પાલીતાણા અભયમ ટીમે જણાવ્યું કે અમારા કોલ સેન્ટરને કોઈ ભલા માણસે ફોન કરીને, બગદાણા મંદિર આસપાસ વિસ્તારમાં એક અજાણી યુવતી મુંઝાયેલી હાલતમાં એકલી છે અને પૂછપરછનો કોઈ જવાબ આપતી નથી તેવી જાણકારી આપવાની સાથે મદદરૂપ બનવા વિનંતી કરી હતી. તેને ત્વરિત પ્રતિસાદ આપતાં અભયમ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચીને એ યુવતીને પોતાની સુરક્ષા હેઠળ લઈને હૂંફ અને સાંત્વના આપીને જરૂરી પૂછપરછ કરી હતી.
તે દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓના લગ્ન થઈ ચૂક્યા છે થોડા દિવસ પહેલા સાસરીયામાં ઝગડો થતા પતિ અને સાસરિયા પક્ષના લોકોએ કાઢી મૂકી હતી, પતિ બે દિવસ પહેલા આવું છું કહીને અહીં છોડી જતા રહ્યા. યુવતીને પિયરમાં રાખવા માટે કોઈ તૈયાર નથી, યુવતી સુરતનું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પીડિત યુવતીની સુરક્ષાને ધ્યાને લઇ હાલ ૧૮૧ ટીમે આશ્રયગૃહમાં મૂકી દેવામાં આવી છે. પાલીતાણા ૧૮૧ અભયમ ટીમના વૈશાલી સરવૈયાએ જણાવ્યું હતું કે એક ભલા વ્યક્તિની અમારી સંસ્થાને જાણ કરવાની સમયસૂચકતાને લીધે આ યુવતીની સલામતી જળવાઈ છે. અભયમ હેલ્પ લાઇન એ રાજ્ય સરકારની મહિલા સુરક્ષા માટેની પહેલ છે.કોઈપણ ઓળખીતી કે અજાણી મહિલા,યુવતી,કિશોરી કે બાળકી મુશ્કેલીમાં જણાય તેવા સમયે સમયસર 181 પર કોલ કરીને અમારી સંસ્થાને જાણ કરવાથી તેને આપદામાંથી ઉગારી શકાય છે.