Bhavnagar

ભાવનગરના ટ્રાફિક ટ્રેનરશ્રી અજય જાડેજાને રાજ્ય સરકાર દ્વારા બીજીવાર ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૨ એનાયત

Published

on

ભાવનગરની યશકલગીમાં વધુ એક મોરપીંચ્છનો વધારો
——–
ભાવનગરના ટ્રાફિક ટ્રેનરશ્રી અજય જાડેજાને રાજ્ય સરકાર દ્વારા બીજીવાર ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૨ એનાયત
——
રોડ સેફ્ટીની જાગૃતિ માટે તેમનું નામ ’લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ નોંધાઇ ચૂક્યું છે
———-
ભાવનગરના ટ્રાફિક ટ્રેનરશ્રી અજય જાડેજાને ગુજરાત રાજ્યનાં વાહનવ્યવ્હાર વિભાગ દ્વારા બીજીવાર ગુજરાત સ્ટેટ રોડ સ્ટેટ સેફટી એવોર્ડ- ૨૦૨૨ થી નવાજવામાં આવ્યાં છે. ગુજરાત સરકાર દ્વારા સતત બીજીવાર બહુમાન કરવામાં આવ્યું હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે. જેનાથી ભાવનગરની યશકલગીમાં વધુ એકનો વધારો થયો છે.

આજે જ્યારે ટ્રાફિક અંગેની જાગૃતિ ઘટતી જાય છે અને તેને લીધે અકસ્માત અને તેને લઇને જાનમાલનું નુકશાન થાય છે ત્યારે શ્રી અજય જાડેજા છેલ્લાં ઘણાં વર્ષોથી અકસ્માત ઘટાડવાના વિવિધ ઉપાયો દ્વારા તેની જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યાં છે. આ માટે તેઓએ તેમની કારમાં રાજ્યભરમાં પ્રવાસ કરીને આ અંગેની જનજાગૃતિ લાવવાનું કાર્ય કર્યું છે.

Mr. Ajay Jadeja, traffic trainer of Bhavnagar, awarded Gujarat State Road Safety Award-2022 for the second time by the state government.

શ્રી જાડેજા ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવાં માટે તેમની કાર પર વિવિધ જાગૃતિ લાવતાં પોસ્ટરો લગાવીને ફરે છે. જેથી તેમની કાર પણ એક જીવંત જનજાગૃતિનું માધ્યમ બન્યું છે. આજની દોડધામભરી જિંદગીમાં લોકો ઝડપના મોહમાં અને બિનજરૂરી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીને અકસ્માતને આમંત્રણ આપે છે. તેઓ તો તેનું નુકશાન ભોગવે જ છે પરંતુ તેમની ગફલતને કારણે અન્ય લોકોને પણ નુકશાન કરે છે.

તેવાં સમયે શ્રી જાડેજાનું ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવાનું કાર્ય બિરદાવવાં લાયક છે. રાજ્ય સરકારે તેમની એવોર્ડ આપીને કરેલી કદર યોગ્ય છે. નોંધનીય છે કે, શ્રી અજય જાડેજાને આજ એવોર્ડ અગાઉ વર્ષ- ૨૦૧૯ માં પણ આપવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યતાં વાહનવ્યહાર વિભાગનાં મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીનાં હસ્તે શ્રી અજય જાડેજાને ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ-૨૦૨૨ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં રૂ. ૧ લાખનું રોકડ પારિતોષિક અને પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.

Mr. Ajay Jadeja, traffic trainer of Bhavnagar, awarded Gujarat State Road Safety Award-2022 for the second time by the state government.

શ્રી અજય જાડેજા દ્વારા છેલ્લાં ૧૪ વર્ષથી ટ્રાફિક ક્ષેત્રે અલગ-અલગ પ્રદર્શનો, ટ્રાફિક રથ, પુસ્તકો અને ટ્રાફિક નિદર્શન યોજવામાં આવે છે. તેઓના આ કાર્યને બિરદાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ તેમને પત્ર લખીને તેમની કામગીરીને બિરદાવેલી છે. વર્ષઃ ૨૦૧૩ માં શ્રી અજય જાડેજાએ અકસ્માતના ૩૦૦ જેટલાં ફોટા પાડીને તે અકસ્માત કેમ થયો ? કયા કારણથી થયો ? વગેરેનું વિગતવાર વિવરણ કરેલું હતું.

Advertisement

તેને ધ્યાનમાં રાખીને તેમનું નામ ’લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’ માં નોંધવામાં આવ્યું હતું. તેમના આ ઉમદા કાર્ય માટે મોરારીબાપુ અને પૂ. રમેશભાઇ ઓઝા દ્વારા પણ તેમનું જાહેર અભિવાદન કરવામાં આવેલું છે. આજની ભાગદોડભરી જિંદગીમાં ટ્રાફિકના નિયમોનું પાલન અને થોડી ધીરજ અને અનુશાશન તમને જાનના જોખમથી બચાવે છે. આવાં ઉમદા કાર્ય માટે શ્રી અજય જાડેજાનું થયેલાં સન્માનથી ભાવનગરની યશકલગીમાં એકનો વધારો થયો છે.

Trending

Exit mobile version