Bhavnagar

ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જીવલેણ માર્ગ અકસ્માતમાં માનવ જિંદગી બચાવનારાઓનું સન્માન કરાયું

Published

on

પવાર

  • ‘ગુડ સમારીટન એવોર્ડ યોજના’ અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લાના ૫ નાગરિકોને પ્રશંસાપત્ર એનાયત કરાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતના પીડિતોને મદદરૂપ થવા માટે લોકો વિના સંકોચે આગળ આવતા થાય તે માટે  ‘ગુડ સમારીટન એવોર્ડ’ યોજના અમલી બનાવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી વેબસાઇટ અને ‘ગુડ સમારીટન એવોર્ડ’ યોજનાને રાજ્યવ્યાપી રિ-લોંચ પણ કરવામાં આવી છે. આ અવસરે ભાવનગર જિલ્લા આર.ટી.ઓ અને પોલિસ વિભાગ દ્વારા આયોજીત “ગુડ સમારીટન” વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં તેમજ ભાવનગર પૂર્વના ધારાસભ્ય  સેજલબેન પંડ્યા અને તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ પરમાર અને મેયર કીર્તિબાળા દાણીધારીયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોના પાલન સાથે માર્ગ અકસ્માતો ઘટાડી શકાય છે. અકસ્માત થયાના એક કલાકને  “ગોલ્ડન અવર” કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર મળી રહે તો બચવાની શક્યતાઓ વધુ રહે છે.

those-who-saved-human-life-in-fatal-road-accident-were-honored-at-bhavnagar-district-collector-office

તેથી સૌને નમ્ર અપીલ કરી હતી કે આપણી આસપાસ કે નજર સમક્ષ રોડ અકસ્માત થાય તો ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પણે એક કલાકની અંદર તેને સારવાર મળે એ રીતે તેને હોસ્પિટલ પહોચાડવું કે ૧૦૮ને જાણ કરી મદદગાર બની “ગુડ સમારીટન”  બનવું જોઇએ. મેયર કીર્તિબાળા દાણીધારીયાએ રોડ અકસ્માતમાં ઇજા પામતા લોકોની મદદ કરવા માટે આગળ આવે અને ખચકાયા વગર અકસ્માત થયેલને મદદરૂપ બને, તે માટે “ગુડ સમારીટન એવોર્ડ’’ વિશે બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય અને લોકો વધુ માહિતગાર થાય તેવી અપીલ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલે માર્ગ સલામતી અને ગુડ સમારીટન અંગે વિસ્તારે માહિતી આપી હતી તેમજ રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત લોકોને મદદરૂપ થનાર વ્યક્તિ એટલે ગુડ સમારીટનને શુભેચ્છાઓ પાઠવી હતી.

Exit mobile version