Sihor

સિહોરમાં ‘પરીક્ષા પે ચર્ચા’ અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ૩૦૦ થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીઘો

Published

on

પવાર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોજાનાર ‘પરીક્ષા પે ચર્ચા’ અંતર્ગત સિહોરમાં બુધવારે ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું , જેમાં 300 થી વધુ વિવિધ સ્કૂલો ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.

more-than-300-school-students-participated-in-drawing-competition-under-pariksha-pe-barsha-in-sihore

ભાવનગરમાં  ધો. ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અનુરૂપ વિવિધ પ્રકારના પરીક્ષામાં ચિંતા,ભય ઉભો ન થાય માટે ના સ્લોગન સાથે પોસ્ટરો તેમજ આત્મવિશ્વાસ પ્રેરક આ કાર્યક્રમ અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા ચિત્રો દોરવા માં આવ્યા હતા.વિદ્યાર્થીઓને સ્થળ પર ડ્રોઈંગ પેપર તથા કલર વગેરે આપવામાં આવેલ હતા તેમજ ચિત્રોના નંબર આપી વિદ્યાર્થીઓ ને શિલ્ડ અપાયા હતા.

more-than-300-school-students-participated-in-drawing-competition-under-pariksha-pe-barsha-in-sihore

આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, જિલ્લા ભાજપ અધ્યક્ષ મૂકેશભાઈ લંગાળિયા, ધીરુભાઈ શિયાળ, ભરતસિંહ ગોહિલ, અશોકભાઈ ઉલવા મહામંત્રી સંગઠનના હોદ્દેદારો, મહિલાપાંખ, કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Exit mobile version