Bhavnagar

કામગીરીના શ્રીગણેશ કરતા મંત્રીઓ : ટુંક સમયમાં ધારાસભ્‍યોના શપથ

Published

on

કુવાડિયા

કેબીનેટ મંત્રીઓને સ્‍વર્ણિમ સંકુલ ૧મા અને રાજ્‍યકક્ષાના મંત્રીઓને સંકુલ-૨માં ચેમ્‍બર ફાળવણી : બે દિ’નું સત્ર મળશે : કાર્યકારી સ્‍પીકર તરીકે યોગેશ પટેલનું નામ મોખરે : ૮ મંત્રીઓ ૬૦ વર્ષથી વધુ વયના : નાનુ મંત્રી મંડળ હોવાથી મંત્રીઓ પાસે વધુ કાર્યબોજ

નવા મંત્રી મંડળનો શપથવિધિ કાર્યક્રમ ગઇકાલે શાનદાર રીતે પૂણ ર્થયો. ત્‍યારબાદ કેબિનેટની પ્રથમ બેઠક મળી અને નવા વરાયેલા મંત્રીઓને જુદા-જુદા વિભાગોની જવાબદારી સોંપવાનું કાર્ય પૂર્ણ થયું છે. ધારાસભ્‍યોના શપથ અને નવા સ્‍પીકરની વરણી માટે ટુંક સમયમાં એક-બે દિવસમાં પ્રથમ સત્ર મળશે. સાંજે નવા વરાયેલા મંત્રીઓ વિધિવત રીતે સ્‍વર્ણિમ-૧માં કેબિનેટ મંત્રીઓ પોતાની ઓફિસમાં પ્રવેશ કરશે. જ્‍યારે રાજ્‍યકક્ષાના મંત્રીઓ સ્‍વર્ણિમ-૨ ખાતે તેમને ફાળવવામાં આવેલ ઓફિસમાં પ્રવેશ કરશે. ટુંક સમયમાં વિધાનસભાના પ્રોટાઇમ સ્‍પીકરની વરણી કરવામાં આવશે ત્‍યારબાદ નવા ચૂંટાયેલા ધારાસભ્‍યોની વિધિવત શપથવિધિ કરવામાં આવશે.

વિધાનસભાની ભૂતકાળની પ્રણાલી મુજબ સૌથી મોટી વયના અને સિનિયર સભ્‍યોને પ્રોટાઇમ સ્‍પીકર બનાવવામાં આવશે તેમ દેખાય છે. આ જોતા વડોદરાના યોગેશ પટેલ સાત વખત ચૂંટાયા છે. મંત્રી પણ રહી ચૂક્‍યા છે. તેમના નામની શક્‍યતા વધારે દેખાય છે. રાજ્‍યમાં ૧૮માં મુખ્‍યમંત્રી તરીકે ભૂપેન્‍દ્રભાઇ પટેલ બીજીવાર કાર્યભાર સંભાળ્‍યો છે. ૧૭ સભ્‍યોનું તેમનું નવુ મંત્રીમંડળ રચવામાં આવ્‍યું છે. મુખ્‍યમંત્રી સૌથી વધારે વિભાગોની જવાબદારી સાથે કાર્ય કરશે. ૮ કેબિનેટ, ૨ રાજ્‍યકક્ષાના સ્‍વતંત્ર હવાલા જ્‍યારે ૬ રાજ્‍યકક્ષાના મંત્રીઓએ ભાગવત ગીતા હાથમાં રાખી બંધારણ મુજબ પ્રતિજ્ઞા લઇ શપથ લીધા હતા. વર્તમાન મંડળમાં ૩ ઇજનેરી અભ્‍યાસ ધરાવતા, ૧ પીએચડી, ૨ એલએલબી, ૨ ધો. ૧૨ પાસ, ૩ મંત્રીઓ ધો. ૧૦ પાસ અને એક મંત્રી ધો. ૮ પાસ છે.

જ્‍યારે મંત્રીઓ ૬૦ વર્ષના ઉપરની વયના છે. જ્‍યારે રાજ્‍યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ ૭૧ વર્ષની વયના છે. આમ જોવા જઇએ તો આ મંત્રી મંડળમાં સરેરાશ ૫૭ વર્ષની થાય છે. રાજ્‍ય ગૃહમંત્રી સૌથી નાની ઉંમરના છે. મંત્રીમંડળમાં ૪ સભ્‍યો મધ્‍ય ગુજરાતના, પાંચ મંત્રીઓ સૌરાષ્‍ટ્રના, પાંચ દક્ષિણ ગુજરાતના ૩ ઉત્તર ગુજરાતના છે. રાજ્‍યમાં ૧૯૯૫ની વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સુકાન સંભાળ્‍યા ત્‍યારબાદ આ વખતે એક નવી બાબત ધ્‍યાનમાં આવી છે. શિક્ષણ વિભાગનો હવાલો પ્રથમ વખત આદીવાસી મંત્રીને સોંપવામાં આવ્‍યો છે. બીજી વાત એ છે કે અત્‍યાર સુધી ઉદ્યોગ વિભાગ મુખ્‍યમંત્રી પોતાની પાસે રાખતા હતા. આ વખતે જીઆઇડીસીના ચેરમેન તરીકે સેવાઓ આપી ચૂકેલા અને રાજ્‍યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી આવી ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડયા હતા પરંતુ કોંગ્રેસના દિગ્‍ગજ અહેમદ પટેલે તેમને હાર આપી હતી. તેમને ઉદ્યોગ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સૌથી વધુ વગોવાયેલા મહેસૂલ, માર્ગ અને મકાન તેમજ શહેરી વિકાસ મુખ્‍યમંત્રીએ પોતાની પાસે રાખયા છે. ભૂતકાળમાં મહેસૂલ વિભાગના કેબિનેટ પ્રધાનો હતા. જેમાં આ વખતે કોઇપણ કેબિનેટ પ્રધાનને જવાબદારી સોંપવામાં આવી નથી.

Advertisement

Trending

Exit mobile version