Sihor
સિહોર નગરપાલિકા ખાતે ફાયર એનઓસીને લઇ મંદિર મસ્જિદ દરગાહના સંચાલકો સાથે બેઠક કરાઈ
દેવરાજ
- સેફટી માટે સૂચનો અપાયા, નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ
સિહોર નગરપાલિકા ખાતે આજે ચીફ ઑફિસર અને ફાયર ઓફીસર કૌશિક રાજ્યગુરુ દ્વારા મંદિર મસ્જિદ અને દરગાહના સંચાલકોને રૂબરૂ બોલાવી ફાયર એનઓસી માટે તકેદારી રાખવા સૂચનો આપ્યાં હતાં હાજર વહીવટ કર્તાઓને તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે તમારી જગ્યા ચારે તરફથી બાંધકામ હોય અને આગની ઘટના બનવાની શક્યતા વધારે જણાય તો ફાયર એન. ઓ સી લેવું જોઈએ.
તે ઉપરાંત એ પણ જણાવવામાં આવ્યું કે તમારી જગ્યા પર રસોડું,ભોજન હોલ વગેરે જગ્યા પર ફાયર ના બાટલા (ફાયર એક્સટિંગ્યુસર) રાખવા જેનાથી કોઈ પણ ઘટના બને તો તેને પહોંચી વળાય.આ બેઠક વેળાએ પ્રગટેશ્વર મંદિર, મોંઘીબાની જગ્યા, ગૌત્મેશ્વર મંદિર, મુક્તેશ્વર મંદિર અને ગરીબશાપીર દરગાહ વગેરે ના સંચાલકો હાજર રહ્યા હતા અને તમામને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી