Sihor

અણધારી આગની આફત સામે બચવા સિહોર હોસ્પિટલ ખાતે ‘ફાયર બેઝિક ટ્રેનીંગ’ નું આયોજન થયું.

Published

on

દેવરાજ
અણધારી આફતોના કારણે દેશમાં હજારો લોકો મૃત્યુ પામતાં હોય છે, જેમાં ખાસ કરીને આગની ઘટનાઓના કારણે જાનહાનિ સહિત લાખો રૂપિયાનું નુકશાન થતું હોય છે, અને માટે જ ફાયર સેફ્ટીને લગતા સંસાધનો હાલમાં દરેક જાહેર કચેરીઓ અને સ્થાનો પર લગાવવા ફરજિયાત બન્યાં છે, પણ આફતના સમયે તેની સટિક અને યોગ્ય ઉપયોગ કરવા માટેની માહિતી પણ ખૂબ જરૂરી છે, ત્યારે સિહોરની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નગરપાલિકાના ફાયર ઓફિસર કૌશિકભાઈ રાજ્યગુરૂના માર્ગદર્શનમાં હોસ્પિટલના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ સહિત હોસ્પીટલના તમામ સ્ટાફ માટે આગની ઘટના વખતે ફાયર સાધનોના ઉપયોગ માટે એક બેઝિક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું હોસ્પિટલ એક સંવેદનશીલ જગ્યા છે,

'Fire Basic Training' was organized at Sehore Hospital to prevent unexpected fire disaster.

અને આવી જગ્યા પર આગ જેવી ઘટના બને તો તે અન્ય સ્થાનો કરતા વધુ નુકશાન કરી શકે છે, તેવામાં હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનાં પૂરતાં સાધનો અને તેને યોગ્ય સમયે ચલાવવા માટેની જરૂરી માહિતી ખૂબ મહત્વની છે. આગ લાગ્યા બાદ હોસ્પિટલમાં દર્દીનો બચાવ કેવી રીતે કરી શકાય, સ્વબચાવ કેવી રીતે કરી શકાય, ફાયર એલાર્મ પેનલ, ફાયર એક્સટિંગ્યુશર સહીતના સાધનોનો યોગ્ય ઉપયોગ, નાની આગ મોટી થાય તે પહેલાં તેને અટકાવાવાના તાત્કાલિક પગલાં લેવા, ફાયર સ્ટેશનની સંપર્ક કઇ રીતે કરવો સહીત આગની ઘટના દરમિયાન લેવાતાં તમામ પગલાં અંગે સિહોર નગરપાલિકાના ફાયર ઓફિસર કૌશિકભાઈ રાજ્યગુરૂ દ્વારા માહીતી આપવામાં આવેલ

'Fire Basic Training' was organized at Sehore Hospital to prevent unexpected fire disaster.

આ ટ્રેનીંગ દરમિયાન હોસ્પીટલના સ્ટાફ સહિત દર્દીઓના સગા-સબંધીઓ સહિત તમામ ઉપસ્થિત લોકોએ પણ ફાયર બેઝિક ટ્રેનીંગ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. હોસ્પિટલ એક સંવેદનશીલ જગ્યા છે, અને આવી જગ્યા પર આગ જેવી ઘટના બને તો તે અન્ય સ્થાનો કરતા વધુ નુકશાન કરી શકે છે, માટે હોસ્પિટલ સ્ટાફને ફાયરસેફ્ટી અંગેની બેઝિક માહિતી હોય તે જરૂરી છે.

Trending

Exit mobile version