Sihor

હવે પગે લાગીએ છીએ ઉભરાતી ગટરોથી મુક્તિ આપો : સિહોરના વેપારીઓની કાકલૂદી

Published

on

દેવરાજ

નગર પાલિકા તંત્રની આબરૂની ધૂળ ધાણી

ગટરોના પાણી ઉભરાવવાની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે, ગટરના ગંદા પાણી છેક ટાણા ચોકડી સુધી પહોંચ્યા સ્વચ્છતાની ડંફાસ મારતા પાલિકાના તંત્રની ભર બજારે નિલામી

સિહોરના મુખ્ય વડલાચોકમાં ગટરના પાણી વહી નીકળતાં લોકોમાં રોષ ફેલાયો, ગટર લાઈન પાછળ કરોડોના ખર્ચ છતાં વર્ષોથી દુર્ગંધ નગરજનોના શ્વાસમાં વણાયેલી

સિહોર શહેરમાં માથાના દુખાવારૂપ બનેલી ગટર સમસ્યા એ ફરી નગરની મુખ્ય બજારોમાં પોત પ્રકાશ્યું હતું .અને માર્ગ ઉપર લાંબે સુધી દુષિત પાણીની ધારા વહી નીકળતાં રાહદારીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. સિહોર મુખ્ય બજાર અને વડલાચોક સુધી ગટર છલકાતાં દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલ થઈ છે સ્વચ્છતા ઝુંબેશની વાતો કરી પર્યાવરણ બચાવવા નીકળેલી સિહોર પાલિકા લોકોને ધીમું ઝેર આપી મારવા બેઠી હોય તેવા ઘાટ વચ્ચે અનેક વિસ્તારોમાં ઉભરાતા ગટરના પાણીની સમસ્યા ઉકેલી ન શકતા હવે તો મુખ્યમાર્ગ પરથી લોકોને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે લોકોને દંડવાને બદલે પાલિકા પોતાના ઘરઆંગણેથી સુધરવાનું શરૂ કરે તો પણ સિહોરનું અને પ્રજાનું ઘણું ભલું થઈ શકે તેમ હોવાનું ફલિત થઈ રહ્યું છે.

Advertisement

Let's step in now, get rid of overflowing drains: Kakludi of Sehore traders

મુખ્ય અને ભરચક વિસ્તારોમાં ગટરના પાણીની સમસ્યા સર્જાતાં રાહદારીઓ અને વેપારીઓને ગટરના ગંદા પાણી આભડી જતાં ચોમેર રોષની લાગણી ફેલાઈ હતી શહેરની મુખ્ય બજારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે મેઇન બજાર આંબેડકર ચોકથી લઈ વડલા ચોક સુધી છેલ્લા ઘણા સમયથી લોકો ગટરના પાણી તેમજ પાણીની લાઈન લીકેજ થતા ખૂબ જ ગંદકી વેઠી રહ્યા છે નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં નહિ આવતી હોવાનો બળાપો વેપારીઓનો છે ત્યારે વેપારીઓએ હવે મીડિયાનો સહારો લઈ રોષ વ્યકત કર્યો છે.

Trending

Exit mobile version