Sihor

સિહોરના રાજકોટ રોડ શિવમ સીટી પાસે નજીક ગટરનું પાણી ફરી વળતા નાગરીકોને ભારે હાલાકી

Published

on

પવાર

હાઇવે પર ગટરના પાણી ફરી વળ્યાં, તાકિદે રિપેરીંગ કરવા થતી માંગ, લાઇન પણ લીકેજ હોવાથી સમગ્ર વિસ્તારમાં ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

સિહોર શહેરના રાજકોટ રોડ, આશાપુરા હોટલ, શિવમસીટી પાસે ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. અહીં લાઇનમાં પણ લીકેજ હોવાને કારણે વિસ્તારમાં ગંદકી ફેલાઇ છે. સમારકામના અભાવે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. પાલિકા તંત્ર તાકિદે ગટર લાઇન અને સમારકામ હાથ ધરે તેવી માગણી વિસ્તારના નાગરિકો કરી રહ્યાં છે. શહેરમાં હાઇવે સમાં આશાપુરા હોટલ પાસે ગટર લાઈન લીકેજ હોવાની સંભાવનાના પગલે રોડ ઉપર પાણી વહી રહ્યું છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. પાણીના કારણે ગંદકીનું સામ્રાજ્ય જણાઈ રહ્યું છે આ અંગે નગરપાલિકા દ્વારા તાકીદે રીપેરીંગ કરી તેને દુરસ્ત કરવા નગરજનોની માગ છે. શિવમ સિટીના ગેટથી આશાપુરા રેસ્ટોરન્ટ સુધી ગટર લાઈન ૧૫ દિવસ થી ઉભરાઈ છે.

Sewage water overflowing near Shivam City, Rajkot Road, Sihore caused great distress to the citizens

તેમજ કોઈ ફેકટરી ની ઓરડીઓનું ગટર ગંદુ પાણી અને ખાળ કૂવા વગરનું શોચાલયની મેઇન લાઈનમાં ભેલવેલી હોય જે ગંદકી પાણી મુખ્ય રોડ ઉપર થી પસાર થતું હોય જેને લઇ સ્થાનિકો તેમજ જીઆઇડીસી નં ૩ ના ફેકટરી માલિકો સહિતનાઓ પરેશાન થતા હોય જે અંગે સિહોર નગરપાલિકા ના સુપર વાઈઝર ભરતભાઈ ગઢવીને અવારનવાર ફોન ઉપર કેવા છતાંય નિરાકરણ આવેલ નથી અને ચીફ ઓફિસર મારકણા ને ફોન કરવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી કે કામગીરી હાથ ધરાઈ નથી જે અંગે ના છૂટકે મીડિયા ના માધ્યમ શંખનાદ ન્યુઝ ચેનલ ને રજૂઆત કરવાની ફરજ પડી છે જો આ અંગે આ ગટર અવારનવાર ઉભરાઈ જાય છે તેનો યોગ્ય નિકાલ નહી થાય તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન સાથે ચીમકી આપવામાં આવી છે.

Advertisement

Exit mobile version