Sihor

સિંહપુરની અવદશા ! ગટરના પાણી રસ્તા ઉપર, સમસ્યાની વારંવાર રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં

Published

on

પવાર

સિહોરના વોર્ડ 6 માં છેલ્લા એક મહિનાથી ગટરના પાણીની રેલમછેલ દેખાઈ રહી છે અને ગટર વિભાગ આંખે પાટા બાંધી તમાશો જુએ છે

સિહોર શહેરના નગરપાલિકા વિસ્તારમાં અનેક વિસ્તારોમાં પ્રદૂષિત પાણી વહેતું જોવા મળે છે આ અંગે નાગરિકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં નિંભર બની ગયેલા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જોકે વોર્ડ 6માં કાયમી આ સમસ્યા સર્જાય રહી છે. આ અંગે નાગરિકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં નિંભર બની ગયેલા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને સમસ્યાનો ઉકેલ આવતો નથી.

 

The condition of Sinhapur! Sewage over the road, system fast asleep despite repeated presentations of the problem

નગરપાલિકા ગટર વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. વોર્ડ 6માં ગટરના પાણી રસ્તા પર ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નકકર ઉકેલ આવ્યો નથી અને ગટરનું પ્રદૂષિત પાણી રસ્તા પર વહેતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અને નાગરિકોને અવરજવર માટે આ પ્રદૂષિત પાણીમાંથી જ પસાર થવું પડે છે. વારંવરા સર્જાતી આ સમસ્યાથી નાગરિકો ત્રસ્ત થઈ ઉઠયા છે અને ગટર ઉભરાતા રોડ પર પ્રદૂષિત પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ પાણીને કારણે આરોગ્ય પર નકારાત્મક અસર થાય છે બાળકોથી માંડીને વૃદ્ધો પણ આ પાણીમાંથી ચાલીને જવા મજબૂર બન્યા છે. ત્યારે આ ગંદા પાણીના યોગ્ય નિકાલ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવતો નથી.

Advertisement

The condition of Sinhapur! Sewage over the road, system fast asleep despite repeated presentations of the problem

ગટરના પાણી અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા ગટર વિભાગ તંત્રના પેટનું પાણી હલતું નથી.આથી હવે સ્થાનિકોમાં ઉગ્ર રોષની લાગણી પ્રર્વતી રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આવા પ્રદૂષિત પાણીથી મચ્છરની સમસ્યા વકરે છે સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાવનો ભય પણ ઉભો થયો છે. ગટરનું પાણી ઉભરાઇને બહાર વહી આવવાને લીઘે  ઘરના બારી બારણા પણ બંધ રાખવા પડે છે. નાગરિકોના ઘરની સામે જ ગટરનું પાણી વહી જતું હોવાથી તેની  દુર્ગંધથી પણ નાગરિકો તોબા પોકારી ઉઠયા છે હવે ચોમાસું નજીકમાં છે ત્યારે જો આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ગંદુ પાણી ઘરમાં આવે તેવી પણ સમસ્યા સર્જાઈ શકે છે. આ સંજોગોમાં નાગરિકોની ઉગ્ર માંગણી છે કે નગર પાલિકાએ આ સમસ્યાનો નક્કર ઉકેલ શોધવો જોઈએ.

Trending

Exit mobile version