Sihor
દિપડાનો આતંક યથાવત ; સિહોરના સણોસરા નજીક દીપડાએ પશુનું મારણ કર્યુ
દેવરાજ
એક તરફ વરસાદી માહોલ તો બીજી બાજુ વન્ય પ્રાણીઓનો ભય
સિહોર પંથકમાં છેલ્લાં કેટલાય સમયથી દીપડાએ આતંક મચાવ્યો છે. સિહોરની ગિરિમાળાઓમાં દીપડાએ રહેણાંક બનાવી લીધું હોય સિહોર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ છવાયો છે. આ દીપડા ક્યારેક સિહોરી માતાના ડુંગર પાસેના વિસ્તારમાં દેખાય છે તો ક્યારેક આજુબાજુના ગ્રામ્ય પંથકમાં.
સિહોર તાલુકાના સણોસરા સાઢિડા રોડ વિસ્તાર બાપા સીતારામ મઢુલી પાસે પશુને દીપડો ઉઠાવીને લઇ ગયો હતો અને મારીને ફાડી ખાધું હતું હાલ વરસાદી વાતાવરણ છવાયું છે ખેતરોમાં ઊભેલા પાક કે લઇ લીધેલા પાકને સલામત રીતે ખસેડવા માટે ધરતીપુત્રો સતત મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ દીપડાનો ભય જેથી સિહોર આજુબાજુના ગ્રામ્ય પંથકના ધરતીપુત્રોની હાલત જાયે તો કહાં જાયે જેવી થઇ છે. સિહોર પંથકમાં અત્યારે તો આ દીપડાએ પશુઓના મારણ કરી પોતાનો શિકાર બનાવ્યો છે.