Sihor

સિહોર પંથકમાં દીપડાએ ફરી દેખા દેતા લોકોમાં ભય, ધ્રુપકામાં ધામાં

Published

on

દેવરાજ

  • માલધારીના ઘેટાં બકરાઓનું મારણ, પાંજરે પુરવાની માંગ

સિહોર પંથકમાંથી દિપડો જવાનુ નામ ન લેતો હોય તેમ અગાઉ અનેક મારણ કર્યા બાદ ફરી સિહોરના ધ્રુપકા વિસ્તારમાં દેખા દેતા પંથકમાં દિપડાએ ફરી ધામા નાખતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સિહોર તાલુકાના ધ્રુપકા ગામ આસપાસ સીમમાં માલધારીઓના ઘેટાં બકરાને નિશાન બનાવી મારણ કરેલ. જેને કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જા‍યો હતો. દીપડાએ ધ્રુપકા આસપાસ સહિત ડુંગરાઓમાં દેખા દેતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

In Sihore Panthak, the leopard reappears in fear among the people, sheltering in Dhrupka

જેના કારણે સિહોર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ સર્જા‍યો છે. કોઇ પ્રાણીનું મારણ કરે તે પહેલાં આ રાની પશુને પકડવા ફોરેસ્ટ વિભાગ સત્વરે આ દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે અત્યંત આવશ્યક છે. સિહોર પંથકમાં ફરી દીપડાએ દેખા દેતા આ દીપડાને પકડી પાડવાની લોકમાંગ પ્રબળ બનતી જાય છે.

Trending

Exit mobile version