Sihor
સિહોર શહેરમાં ધોળા દિવસે દિપડા દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો
દેવરાજ બુધેલીયા
સિહોર માતા મંદિર આસપાસ દિપડો દેખાયો : છેલ્લા પાંચ દિવસથી શહેરના અલગ અલગ ડુંગરાણ વિસ્તારમાં દેખાતો હોવાની ચર્ચા, બે દિવસ પહેલા દિપડાએ ગૌતમેશ્વર પાસે ગાયનું મારણ કર્યું હતું, દિપડાને પકડી પાડવા પ્રબળ લોકમાંગ
સિહોર શહેરી વિસ્તારમાં દીપડાએ ફરી દેખા દેતા લોકોમાં ભય ફેલાયો છે. સિહોર માતા મંદિર આસપાસ દિપડો દેખાયો છે જેને લઈ ફફડાટ ફેલાયો છે બે દિવસ પહેલા ગૌતમેંશ્વર પાસે એક ગાયનું પણ મારણ કર્યાના સમાચારો મળ્યા છે સિહોર પંથકમાંથી દિપડો જવાનુ નામ ન લેતો હોય તેમ અગાઉ પણ અનેક પ્રાણીઓના મારણ કર્યા બાદ ફરી સિહોરના ડુંગરોમાં દેખા દેતા પંથકમાં દિપડાએ ફરી ધામા નાખતા જેને કારણે સિહોર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો આજે સવારે સિહોરના સિંહોરીમાતા મંદિર આસપાસ ડુંગર વિસ્તારમાં દિપડાએ દેખા દેતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
સાથે રાણિયા ડુંગર, ગાંધારી આશ્રમ,ગેબનશા પીર વિસ્તાર અને સરના પાટીયા સાગવાડી સહીતના વિસ્તારોમાં દીપડાએ દેખા દીધા હોવાની ચર્ચા જોરમાં છે ત્યારે સિહોર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.જો કે આ વખતે આ જંગલી પ્રાણીએ કોઇ પ્રાણીને નિશાન બનાવી શિકાર કર્યો નથી જોકે બે દિવસ પહેલા ગૌતમેશ્વર પાસે ગાયનું મારણ કર્યુ હતું તે રીતે શહેરના કોઈ સ્થળે કોઇ પ્રાણી કે માણસને નુકશાન કરે તે પહેલાં આ રાની પશુને પકડવા ફોરેસ્ટ વિભાગ સત્વરે આ દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે અત્યંત આવશ્યક છે. દીપડાને પકડી પાડવાની લોકમાંગ પ્રબળ બનતી જાય છે.