Songadh

સોનગઢ રેલ્વે સ્ટેશનની સામે બાવળની કાટમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

Published

on

પવાર

  • લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ રોકડ રૂ.૨૯,૪૫૦ કબજે લીઘા

સોનગઢ રેલ્વે સ્ટેશનની સામે આવેલ નેરામાં બાવળની કાંટમાં આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી  પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એલ.સી.બી.સ્ટાફને મળેલ બાતમી આધારે સોનગઢ રેલ્વે સ્ટેશનની સામે ધર્મેન્દ્દસિંહ ઇન્દ્દજીતસિંહ સરવૈયાની વાડીની બાજુમાં આવેલ નેરામાં બાવળની કાંટમાં આવેલ ખુલ્લી જગ્યામાં રેઇડ કરતાં જુગાર રમી રહેલા અશ્વિન મથુરભાઇ વાઘેલા ઉ.વ.૨૩,જયેશભાઇ જેત્નીભાઇ ચારોલા ઉ.વ.૨૧,રાકેશભાઇ ઉર્ફે કુવાડી જેન્તીભાઇ સોલંકી ઉ.વ.૨૩ ,પ્રકાશ ઉર્ફે લલ્લો વલ્લભભાઇ પરમાર ઉ.વ.૨૨ ,વનરાજસિંહ રતનસિંહ ગોહિલ ઉ.વ.૬૦ ને રોકડ રૂ.૨૯,૪૫૦ નાં મુદ્દામાલ સાથે ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Exit mobile version