Sihor
કિર્તીદાનના ‘કમા’ની સિહોરમાં રોયલ એન્ટ્રી : બોલિવૂડના સુપરસ્ટારને પણ ઝાંખી પાડતી કમાની લોકપ્રિયતા, લોકોની એક સેલ્ફી માટે પડાપડી
પવાર
લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરાથી રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાભાઈ સિહોરની મુલાકાતે આવ્યા છે. આજના દિવસની મુલાકાતમાં મનીષ આશરા અને ૐ ઇન્વેસ્ટમેન્ટને એક વર્ષ પૂર્ણ થતાં જ્યાં તેઓએ હાજરી આપી હતી. અને સાંજના સમયે કમાભાઈને મુખ્ય બજારોમાં ખુલ્લી કારમાં લાવવામાં આવ્યા હતા. જેથી કમાભાઈ સાથે સેલ્ફી લેવા તથા હાથ મિલાવવા માટે લોકોએ પડાપડી કરી મૂકી હતી. લોકડાયરાથી સેલિબ્રિટી બની ગયેલા કમાભાઇને હવે લોકો મહેમાન તરીકે લોકોને ત્યાં આમંત્રણ આપે છે.
ત્યારે સિહોરમાં મનીષ આશરા અને ૐ ઇન્વેસ્ટમેન્ટને એક વર્ષ પૂર્ણ થતાં ત્યાં હાજરી આપી હતી. એ વખતે પણ લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોએ રીતસરનો ધસારો કર્યો હતો. મુખ્ય બજારમાં રોડ શો દરમિયાન કમાભાઈને બંને સ્થળે રુફટોપ ખૂલે તેવી કારમાં રોયલ સ્ટાઇલમાં એન્ટ્રી કરાવવામાં આવી હતી. ત્યારે લોકોએ ચિચિયારી કરી મૂકી હતી. કમાભાઇને પોતાને ત્યાં આમંત્રિત કરનારા મનીષભાઈ આશરાએ જણાવ્યું હતું કે, આજે માનસિક દિવ્યાંગો પ્રત્યે સમાજમાં ખરાબ વર્તન કરવામાં આવતું હોય છે. ત્યારે કીર્તિદાનભાઈ ગઢવીએ કમાભાઈને સેલિબ્રિટી તો બનાવ્યા છે.
પરંતુ તેને સમાજમાં અગ્રસ્થાન અપાવ્યું છે. ત્યારે અમે કમાભાઇને અમારે ત્યાં બોલાવીને સ્વાગત સન્માન કરવાની સાથે માનસિક દિવ્યાંગ લોકો પ્રત્યે સમાજમાં સારી ભાવના ઊભી થાય તે હેતુથી અમે આ કાર્યક્રમ યોજ્યો હતો અને લોકોએ કમાભાઇને સેલિબ્રિટી તરીકે સન્માન આપ્યું હતું. સુરેન્દ્રનગરના કોઠારિયા ગામમાં રહેતો કમો માનસિક દિવ્યાંગ છે. બાળપણથી જ સેવાભાવી અને ધાર્મિક કમો ગામમાં જ્યારે પણ ડાયરા કે ભજનનો કાર્યક્રમ યોજાય તેમાં અચૂક હાજરી આપતો હતો. માનસિક દિવ્યાંગ કમો આજે ડાયરાની રોનક બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયેલા કમા પર જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીની નજર પડી અને તેની જિંદગી બદલાઈ ગઈ છે