Bhavnagar
સોશિયલ મીડિયામાં ફેમસ થયેલા કમાએ સિહોર ખાતે આવેલ પંચમુખાનો શેરડીનો રસ પીધો ; કહ્યું વાહ હનીફભાઈ વાહ જામી પડી
દેવરાજ
આખુ ગુજરાત હાલ કમાને ઓળખતુ થયું છે, ત્યારે સેલિબ્રિટીને પણ પાછા રાખી દેતો કમો ગઈકાલે સિહોરમાં હતો જેના રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો કમા સાથે સેલ્ફી અને ફોટા પડાવવા પડાપડી કરી હતી આ દરમિયાન મુખ્ય બજારમાં આવેલ નામાંકિત શેરડી રસની પેઢી પંચમુખા ખાતે શેરડીનો રસ પીધો હતો કમાએ પેઢીના હનીફભાઈ રસવાળા સાથે હાથ મિલાવ્યો હતો અને પોતાની કાલીઘેલી ભાષામાં સંવાદ સાધ્યો હતો. અને કહ્યું કે વાહ હનીફભાઈ વાહ શેરડીના રસમાં ખરેખર જામી પડી. કોઠારિયાનો કમો અત્યારે મોટા સેલિબ્રિટીથી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે. રાજ્યમાં જાણિતા બની ચૂકેલા કમાભાઇ લક્ઝરીયસ કારમાં ફરતા જોવા મળે છે. કમાની એન્ટ્રી સુપર સ્ટાર જેવી હોય છે. લોકો તેમની સાથે સેલ્ફી પડાવવા માટે દોડી જાય છે.
કોઠારિયાના કમાનું સાચું નામ કમલેશ નરોત્તમભાઈ નકુંભ છે અને તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે. થોડા સમય અગાઉ કમાના ગામ કોઠારીયામાં શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ અને ગૌશાળામાં વજા બાપાની તિથિ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય કલાકાર તરીકે કીર્તિદાન ગઢવી હતા. આ દરમિયાન કીર્તિદાન ગઢવી ગીત ગાય રહ્યા હતા અને કમો ડાન્સ કરવા લાગ્યો હતો. તો કીર્તિદાને તેમનું સ્વાગત કર્યું હતું. કમાથી પ્રેરાઈને કીર્તિદાને તેને 2000 રૂપિયા આપ્યા હતા અને કમાનું નામ પણ લલકાર્યું હતું. ત્યારથી કમાની લોકપ્રિયતા ખુબ જ વધી ગઇ. સોશિયલ મીડિયામાં છવાઈ ગયો. અનેક ડાયરાઓમાં કલાકાર ડાન્સ કરતો જોવા મળે છે. લોકો પણ તેને ખુબ પ્રેમ આપે છે.