Sihor
કસુંબીનો રંગ : કાલે સિહોરમાં સાગરદાન ગઢવી સહિતના કલાકારો ગુજરાતી સાહિત્ય રસ પિરસશે
દેવરાજ
મોર બની થનગાટ કરે… શિવાજીનું હાલરડું… જેવા લોકગીતોની હારમાળા સર્જાશે : મનીષ આશરા અને ૐ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ભવ્ય આયોજન, કાર્યક્રમમાંથી જે આવક થશે તે જરૂરીયાતમંદ લોકો અને સંસ્થાઓના અનુદાનમાં માટે વપરાશે, સાગરદાન ગઢવી સહિતન કલાકારો જમાવટ કરશે
સેવાકીય હેતુના લાભાર્થે મસ્ત મજાનો કાર્યક્રમ યોજાયો છે. આ સંગીતના કાર્યક્રમમાંથી જે આવક થશે તે જરૂરીયાતમંદ લોકો અને સંસ્થાઓના અનુદાનમાં માટે વપરાશે, મનીષ આશરા અને ૐ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આયોજિત પરમ દિવસે તા.૧૮ના શનિવારે રાત્રીના ૯ વાગ્યાથી ટાઉનહોલ ખાતે રંગ કસુંબલ ડાયરો શિર્ષક હેઠળ સદાબહાર ગુજરાતી ગીતોનો ગુલદસ્તો પિરસાશે.મનીષ આશરા અને ૐ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાગરદાન ગઢવી સહિતના કલાકારો, મોર બની થનગાટ કરે, વીજળીને ચમકારે, મણિયારો તે હલું હલું,
નગર મેં જોગી આયા, શિવાજીનું હાલરડું, તેરી લાડકી મેં, સાવરીયો, છેલાજી રે જેવા અનેક ગુજરાતી લોકગીતોની હારમાળા પિરસવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે કાર્યક્રમમાંથી જે આવક થશે તે જરૂરીયાતમંદ લોકો અને સંસ્થાઓના અનુદાનમાં માટે વપરાશે જેના લાભાર્થે પરમ દિવસે શનિવાર તા.૧૮ ફેબ્રુઆરી રાત્રે ૯:૦૦ વાગે ટાઉનહોલ સિહોર ખાતે રંગ કંસુબલ ડાયરો સુપ્રસિધ્ધ સંગીતનો કાર્યક્રમ રાખેલ છે. જાણીતા કલાકારના સંગાથે યોજાનાર આ કાર્યક્રમમાં જે રકમ એકત્ર થશે તે જરૂરીયાતમંદ લોકોને તેમજ સંસ્થાઓને અનુદાન કરાશે