Sihor
સિહોર સિંધી સમાજ દ્વારા અનેરી આસ્થા સાથે યોજાયો ઝુલેલાલ ચાલીસા મહોત્સવ
પવાર
૪૦ દિવસો ના કઠોર તપ બાદ ધર્મોત્સવની સમાપ્તી, શોભાયાત્રા સાથે સમાપન
સિહોર સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલના ચાલીસા વ્રતનું ગુરૂવારે આરતી,પૂજન અર્ચન અને ભવ્ય શોભાયાત્રા સાથે સમાપન થયું હતુ. ડીજેના સથવારે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં આબાલ વૃદ્ધ સૌ કોઇ ભાવભક્તિભેર જોડાયા હતા. શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર પ્રસાદી વિતરણ કરાયું હતુ. સેવાધારીઓએ સેવા બજાવી હતી.
ચાલીસા મહોત્સવ માં સિંધી સમાજ દ્વારા વરસો પુરાણા રૃઢી રિવાજ અને ધર્મગ્રંથોમાં આલેખન મુજબ સિંધી સમાજ દ્વારા ૪૦ દિવસની ધાર્મિક ઉપાસના કરવામાં આવે છે. જેમાં અનેક કઠોર નિયમોનું ચુસ્તપણે પાલન કરી ઈષ્ટદેવ ઝુલેલાલની અર્ચના કરવામાં આવે છે. સિંધી કેમ્પ ખાતે સિંધી સમાજ ના ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ સાઈજી ના ચાલીસા વ્રતની પૂણાવતી નિમિત્તે સીધી કેમ્પ માથી DJના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
તેમજ આ ચાલીસા વૃત દરમિયાન ધાર્મિક કાર્યક્રમો,તેમજ વિદ્યાર્થીઓ ને ઈનામ વિતરણ અને ૧૫ મી ઓગષ્ટ ની ઉજવણી સમાજ દ્વારા કાર્યક્રમ નું સફળતાપૂર્વક આયોજન માટે સિંધી સમાજ ના પ્રમુખ શ્રી ગોરધનમલ ચાવડા તેમજ સમાજ ના આગેવાનો, મહાનુભાવો , સમાજ શ્રેષ્ઠીઓ, વડીલો, માતાઓ બહેનો તેમજ યુવાનો દ્નારા આ કાર્યક્રમ ને સફળ બનાવેલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો