Palitana
પાલીતાણામાં જન્માષ્ટમી પર્વ ભવ્ય રીતે ઉજવાશે
પવાર
આગામી 2 થી 6 એમ પાંચ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ધાર્મિક પ્રદર્શન : સમાજ સેવકોને સન્માનીત કરાશે
પાલીતાણા મા પરંપરાગત નીકળનારી શ્રી કૃષ્ણ જન્મોત્સવની રથયાત્રાના આગમનના ભાગ રૂપે શ્રીકૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ,ગૌસેવા સમિતિ પાલીતાણા ધ્વરા દર વર્ષની જેમ આ વર્ષ પણ પાલીતાણા હાઈસ્કુલના મેદાનમા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરા, તેમજ ભવ્ય ધાર્મિક પ્રદર્શનો માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે કાર્યક્રમ જવા સ્થળે કેસરી ધજાઓ પતાકા લગાવામાં આવ્યા છે તેમજ શુશોભીત ગેટ કમાનો ઉભા કરવામાં આવ્યા છે જ્યારે આગામી જન્માષ્ટમીના કાર્યક્રમ વિશે ભરતભાઈ રાઠોડ ધ્વરા જણાવામાં આવ્યું હતું કે આગામી તા.2/9 થી 6/9 પાંચ દિવસ સુધી પાલીતાણા હાઈસ્કૂલ ના મેદાન મા સાંજે 5 વાગ્યા થી ભવ્ય કાર્યક્રમો યોજાશે
જેમાં પ્રથમ તા.2ના રોજ પૂજનીય સાધુ સંતો, આમંત્રિત મહેમાનો અને સામાજિક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ માં બપોરે 4:30 કલાકે શ્રી કૃષ્ણ તીર્થ વાટિકા નો શુભારંભ કરવામાં આવશે જ્યારે આ દિવસે રાત્રે 8.30 કલાકે શ્રી કૃષ્ણ વંદના.કાર્યક્રમા મા પાલીતાણાનું રાગ મ્યુઝિકલ ગ્રુપના સથવારે યોજાશે જેમાં વોઇશ ઑફ પ્રફુલ દવે એવા લોક ગાયક નાથુંદાન ગઢવી તેમજ લોક સાહિત્ય કાર કરશનભાઇ મેર ઉપસ્થિત રહશે જયારે બીજા દિવસે ભવ્ય લોકડાયરો, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયક સાગરદાન ગઢવી તેમજ લોક સાહિત્યકાર પોપટભાઈ માલધારી તેમજ આમંત્રિત કલાકારો જોડાશે જ્યારે ત્રીજા અને ચોથા દિવસે પાલીતાણા શહેર તાલુકાની શાળાના આશરે 500 થી વધુ વિધાર્થીઓ ધ્વરા દેશ ભક્તિને લગતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે તેમજ પાચમાં દિવસે ભવ્ય નદ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવશે જેમાં વિશેષ આમંત્રિત એવા આંતર રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામનાર ભાગીતળ રાસ ગરબા નું ગ્રુપ એવા ૐ શિવ સંસ્થા ભાવનગર જોડાશે તેમજ આજ દિવસે પાલીતાણા ની સ્વામી વિવેકાંનદ કોલેજ ના વિદ્યાર્થીઓ ધ્વરા કૃષ્ણ લીલા દર્શાવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન પાલીતાણા મા જુદી જુદી સમાજિક સેવાઓ સાથે જોડેલા વિશિષ્ઠ વ્યક્તિઓ નું સન્માન કરવામાં આવશે.