Sihor

રમેશભાઈ રાઠોડે દસ વર્ષ પહેલાં જે કહ્યું હતું એ કરી બતાવ્યું ; શંભુનાથ ટૂંડિયા

Published

on

પવાર

સિહોર ગોપીનાથજી વિદ્યાસંકુલ ખાતે તા ૧૨/૧૩ બે દિવસ ઇનામ વિતરણ, યુવા નારી પ્રતિભા સન્માનિત સાંસ્કૃતિક સહિતના અનેક કાર્યક્રમો સાથે ભવ્ય વાર્ષિક ઉત્સવનો પ્રારંભ ; બે દિવસ ચાલશે, કાર્યક્રમમાં દિગગજ નેતાઓની હાજરી

ગઢડા ઉમરાળા ધારાસભ્ય શંભુનાથજી ટૂંડિયા, રમેશભાઈ રાઠોડ, મિલન કુવાડિયા, ભરતભાઇ મલુકા, ડો રાજુભાઇ પાઠકની ઉપસ્થિતિમાં સિહોર ખાતે આવેલ પ્રસિદ્ધ ગોપીનાથજી મહિલા કોલેજ આજથી બે દિવસ ઇનામ વિતરણ, યુવા નારી પ્રતિભા સન્માનિત સાંસ્કૃતિક સહિતના અનેક કાર્યક્રમો, સાથે વાર્ષિક ઉત્સવનો પ્રારંભ થયો છે

Rameshbhai Rathore did what he had said ten years ago; Shambhunath Toondia
Rameshbhai Rathore did what he had said ten years ago; Shambhunath Toondia
Rameshbhai Rathore did what he had said ten years ago; Shambhunath Toondia

આ તકે ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયાએ કોલેજના સંચાલકના વખાણ કરતા કહ્યું હતું કે રમેશભાઈ રાઠોડે જે મને દસ વર્ષ પહેલાં કહ્યું હતું એ કરીને બતાવ્યું છે, મારે એમના સાથે જૂની મિત્રતા છે. એ બોલે છે એ કરે છે આજે આ સંસ્થા વટવૃક્ષ બની નીખરી રહી છે તેમજ જ્યાં નારીનું સન્માન છે ત્યાં દેવતાનો વાસ છે ત્યાં સુખ- સમૃદ્ધિ- શાંતિ છે આ તકે વધુમાં કહ્યું કે ગુજરાતની મહિલાઓ પુરૂષ સમોવડી નહી પણ પુરૂષ કરતાં વધુ શક્તિશાળી છે આપણા સમાજમાં નારીને વિશેષ સન્માન- દરજ્જો આપ્યો છે.

Rameshbhai Rathore did what he had said ten years ago; Shambhunath Toondia
Rameshbhai Rathore did what he had said ten years ago; Shambhunath Toondia

ગુજરાતની નારી આજે સમાજ સેવા નાણાકીય વ્યવસ્થાપન, વિજ્ઞાન, અવકાશ, રમત ગમત, શિક્ષણ, તબીબી સેવાઓ જેવા અનેક ક્ષેત્રે અગ્રેસર છે. અહીં વાર્ષિક ઉત્સવના આજના પ્રથમ દિવસે યુવા નારી પ્રતિભા સન્માનિત તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ તકે શંભુનાથજી ટૂંડિયા, રમેશભાઈ રાઠોડ, મિલન કુવાડિયા, ભરતભાઇ મલુકા, ડો રાજુભાઇ પાઠક, ડો દિલીપભાઈ જોષી, યોગેશભાઈ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Trending

Exit mobile version