Sihor
જય જય પરશુરામ – સિહોરમાં પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરાશે
દેવરાજ
- તા.૨૦ અને ૨૨ બે દિવસ કાર્યક્રમોની વણઝાર, તા 20 ના રોજ મોટિવેશન સ્પીકર સંજય રાવલનો કાર્યક્રમ, બે દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, સંગીત સંધ્યા, પૂજાવિધિ, શોભાયાત્રા, મહા આરતી, બ્રહ્મસભા, તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે
જય જય પરશુરામના ભવ્ય નાદ સાથે સિહોરમાં પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કાર્યક્રમોને લઈ આખરી ઓપ દેવાઈ રહ્યો છે. સનાતન ધર્મના અવતરણ સમયથી રાષ્ટ્ર અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્મજયંતી આગામી તા.૨૨/૫/૨૦૨૨ને શનિવારના રોજ આવી રહી છે ત્યારે સિહોરના ભૂદેવો અભૂતપૂર્વ ઉત્સાહ સાથે પોતાના આરાધ્યદેવને બ્રહ્મ-વારસાના વૈદિક સંસ્કારો સાથે ભક્તિભાવ પૂર્વક ધામધૂમ સાથે ‘પરશુરામજી જન્મ મહોત્સવ’ને ઉજવવા તડમાર તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે સમગ્ર સિહોરના ભૂદેવો ભારે ઉત્સાહ સાથે પરશુરામ જન્મ જયંતિ મહોત્સવ ઉજવવા થનગની રહ્યા છે
બ્રહ્મસમાજ મજબૂત બને, સંગઠિત બને, શ્રેષ્ઠ બને, એક બને નેક બને અને વૈદિક સંસ્કારો, સંસ્ક્રુતિના ઐતિહાસિક વારસા વડે માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરી રાષ્ટ્રનિર્માણ માં સહભાગી બને એ માટે યુવા પરશુરામ ગ્રુપ સિહોર કાર્ય કરી રહ્યો છે ત્યારે સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ શરૂ કરી દેવાય છે સમગ્ર કાર્યક્રમ માટે ભુદેવોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે આવતી તા-૨૦ અને ૨૨ દરમિયાન અનેક કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ખાસ એક સફળ બિઝનેસમેન અને વક્તા જેમણે હજારો લોકોની જિંદગી બદલી નાખી છે. તેવા મોટિવેશન સ્પીકર સંજય રાવલનો કાર્યક્રમ પણ યોજનાર છે, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, સંગીત સંધ્યા, પૂજાવિધિ, શોભાયાત્રા, મહા આરતી, બ્રહ્મસભા, તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે.