Bhavnagar

બગદાણામાં જૈનાચાર્યની પધરામણી : નેમિસૂરિદાદા તથા બજરંગદાસબાપાના મૈત્રીપૂર્ણ સંબંધો તાજા થયા

Published

on

પવાર

જૈનાચાર્ય પુ.આચાર્ય ભગવંત શ્રી વિજય રાજહંસસુરીશ્વરજી મહારાજ આદિ સાધુ ભગવંતો સાથે વિહાર કરી જેઠ વદી સાતમ તા.10 જૂન શનિવારના રોજ બગદાણા ગુરૂ આશ્રમ પધાર્યા. જ્યાં દરરોજ હજારો લોકો સંત શિરોમણી પૂ.બજરંગદાસબાપાના દર્શને અને સેવાર્થે આવે છે, અહી જૈનાચાર્ય અને આદિ સાધુ ભગવંતોની આત્મીયતાથી આવકારી તેઓની સેવા – વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂ. આચાર્ય ભગવંતની ગુરુ આશ્રમ પરિવાર બગદાણાના મોભી શ્રી મનજીદાદા સાથે મુલાકાત થઈ. ભારતીય સંસ્કૃતિ, તેના આદર્શો તેમજ સોહામણા સૌરાષ્ટ્રની અસ્મિતા વિગેરે અંગે અનેક વાતો, ધર્મચર્ચા થઈ.

Jainacharya's Padhramani in Bagdana: Nemisuridada and Bajrangdasabapa's friendly relations are renewed

વિશેષ કરીને પૂજ્યપાદ નેમિસુરિદાદા અને પૂજ્યપાદ બજરંગદાસબાપાના જે ગાઢ સંબંધો હતા પરસ્પર જે મૈત્રી હતી. તે સબંધી પણ વાતો થઈ. મનજીદાદાએ પોતે નેમિસુરિદાદાને જોયેલા છે અને પૂજ્ય બજરંગદાસ બાપા તેમજ નેમિસુરિદાદાના જે પત્ર વ્યવહારો થયેલા તે પોતે વાંચેલા પણ છે. આજે પણ એમને નેમિસુરિદાદા અને એના સાધુ ભગવંતો માટે ખૂબ જ બહુમાન ભાવ છે તેમ જણાવેલ. આચાર્ય ભગવંત શ્રી વિજય રાજહંસસુરીશ્વરજી મહારાજે આદિ સાધુ ભગવંતો સાથે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત કરી ગુરુ આશ્રમની સેવાકીય, ધાર્મિક કાર્યોની વિગતવાર જાણકારી મેળવી પ્રસંશા વ્યક્ત કરી હતી. આગેવાનો કાર્યકરો સેવા – વ્યવસ્થામાં રહ્યા હતા.

Trending

Exit mobile version