Gujarat

જૂનાગઢમાં યોજાશે પરંપરાગત મહાશિવરાત્રી મેળો, ધામધૂમથી નિકળશે સાધુઓની રવાડી

Published

on

જૂનાગઢ તાજેતરમાં એવી જાહેરાત સાંભળવા મળી હતી કે પઠાણ ફિલ્મમાં દર્શાવાયેલ અમુક દ્રશ્યોને લઈને જો આ દ્રશ્યો ફિલ્મમાંથી હટાવવામાં નહીં આવે તો જૂનાગઢ મહાશિવરાત્રી મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઇ હતી. આ વાતને લઈને આજે ગિરનાર ક્ષેત્રના પીઠાધિશ્વર જયશ્રીકાનંદ ગીરીએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી મેળાનો બહિષ્કાર કરવાનો સવાલ જ નથી. મેળો કોઈપણ સંજોગે યોજાશે. આ ખુલાસાને લઇને ભાવિક ભક્તો તેમજ રમતા જોગી કહેવાતા સાધુ સંતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

પઠાણ ફિલ્મના કારણે બહિષ્કારની વાત ઉઠી હતી
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર પઠાણ ફિલ્મમાં વાંધાજનક દ્રશ્યોને લઈને તાજેતરમાં કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યું હતું અને એવી વાત વહેતી થઈ હતી કે જો ફિલ્મમાંથી વાંધા જનક દ્રશ્યો હટાવવામાં નહીં આવે તો પરંપરાગત યોજાતા જૂનાગઢના મહાશિવરાત્રી મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સ્વામીજીએ દરેક જાહેરાતને ખોટી ઠેરવી
આ સંદર્ભે આજે ગિરનાર ક્ષેત્રના પીઠાધિશ્વર જયશ્રીકાનંદ ગીરીજીને પૂછતાં તેમણે આ વાતને સમર્થન આપ્યું ના હતું અને જણાવ્યું હતું કે આ જાહેરાત તદ્દન ખોટી છે અને એક જૂના અખાડાના આગેવાન સંત તરીકે તેમને આ વાતની કોઈપણ દ્વારા જાણ કરવામા આવી નથી બીજી બાજુ કોઈપણ ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો હટાવવા એ સેન્સર બોર્ડ તેમજ સરકારના જવાબદાર વિભાગની છે અને એ લોકો એમનું કામ કરશે કોઈપણ સમાજ કે ધર્મની આદિ અનાદિકાળથી ચાલી આવતી ધાર્મિક પરંપરા વિરોધના ભાગરૂપે બંધ કરી ના શકાય આ દિવસે ત્રણેય અખાડાના વરિષ્ઠ સંતો પોત પોતાના દેવતાના પૂજન અર્ચન કરી શાહી સ્નાન કરવાની પરંપરા છે.

આ પરંપરા એક ધાર્મિક પરંપરા છે અને તેને કોઈપણ સંજોગોમાં નિભાવવામાં આવશે અગાઉના વર્ષોમાં કોરોના જેવા મહા ભયંકર કાળમાં સરકાર દ્વારા પણ આ પરંપરા માટે કુણું વલણ રાખવામાં આવ્યું હતું ત્યારે હાલની આ જાહેરાત કોઈપણ વરિષ્ઠ સંતો દ્વારા કરવામાં આવી નથી કે તેમને આ અંગે કસી જાણ નથી. જૂનાગઢ ખાતે આદિ અનાદિ કાળથી ચાલી આવતી પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળો ખૂબ જ ભવ્યતાથી ઉજવાશે તેઓ તેમણે ખુલાસો કર્યો હતો.

a-traditional-mahashivratri-fair-will-be-held-in-junagadh-the-procession-of-monks-will-come-out-with-great-fanfare

પરંપરાગત લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા-2023 નીચે આપેલ તારીખ મુજબ ઊજવાશે
1- લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા-2023ની શુભ શરૂઆત મહાવદ નોમને બુધવાર, તારીખ 15/02/2023 ના રોજ સવારે 8:00 કલાકે ઉતારા મંડળ દ્વારા પૌરાણિક સુદર્શન તળાવમાં સ્નાન કરી સૂર્ય અંજલિ આપી ત્યારબાદ ભવનાથ મંદિરમાં સાધુ સંતો, પદાધિકારીઓ, ઉતારા મંડળ, અધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓની હાજરીમાં ભવનાથ મંદિરમાં ધજા રોહણ કરી પરંપરાગત લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા-2023 ની શુભ શરૂઆત કરવામાં આવશે.

Advertisement

2- લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા-2023 ની પૂર્ણાહુતી મહાવદ તેરસ ને શનિવાર,તારીખ 18/02/2023 ના મહાશિવરાત્રીના દિવસે રાત્રે સાધુ-સંતોની શાહી રવેડી બાદ 12:00 કલાકે ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડમાં પૂજનીય સાધુ સંતો, શ્રદ્ધાળુઓ ના શાહી સ્નાન સાથે પૂર્ણ થશે.

૩- પરંપરાગત રીતે આવતા દરેક અન્નક્ષેત્રો, ઉતારાઓ, મંડળો, ટ્રસ્ટો ભવનાથમાં ફાળવવામાં આવેલી પોતાની જગ્યા ઉપર રાવટી નાખશે અને પવિત્ર સુદર્શન તળાવના જલ થી રસોઈ બનાવીને અન્નક્ષેત્રો પોતાનો પ્રથમ થાળ ગિરનારી મહારાજને અર્પણ કરશે અને ત્યારબાદ અન્નક્ષેત્રો શરૂ કરશે.

4- ગુજરાત સરકારની સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા અને વન તંત્ર દ્રારા મેળા ને લઘુકુંભ તરીકે ઉજવવામાં સહકાર આપશે.

5- લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા-2023 દરમિયાન રોપવે વ્યાજબી દરે ચાલુ રાખવાનો નિર્ણય કરે જેથી શ્રદ્ધાળુઓને માં અંબાના દર્શન કરાવવાનો લાભ મળી રહે.

6- ગુજરાત સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગર પાલિકા અને પ્રવાસન વિભાગ દ્વારા પૌરાણિક અને ઐતિહાસિક સુદર્શન તળાવની સાફ સફાઈ કરી એ જલ ને અનામત રાખવાની જોગવાઈ કરે જેથી કરીને પરંપરા અને જળસ્ત્રોતો ને સાચવી શકાય.

Advertisement

7- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા-2023 ના આયોજનની બેઠક બોલાવે જેથી કરીને લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા-2023 ધામધૂમથી ઉજવી શકીએ.

8- સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરા જાળવવી એ દરેક ભારતીયોની પ્રથમ ફરજ છે ત્યારે દરેક પૂજ્ય સાધુ -સંતો અને સનાતન હિન્દુ સંસ્કૃતિના 4 અખાડાઓને ઉતારા મંડળ વંદન સાથે અપીલ કરે છે કે પરંપરાઓને જાળવવામાં જાગૃતિ આવે એ માટે પ્રજાને અપીલ કરે જેથી મેળા ને લઘુકુંભ તરીકે ઉજવવામાં સહકાર મળી રહે,

9- લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા-2023 દરમિયાન આકસ્મિક ઘટના માટે તાત્કાલિક ધોરણે લોકોને ભવનાથથી બહાર કાઢી શકાય એ માટે રૂપાયતન રોડ થઈને કૈવલબાગ લાલઢોરી ચોક થઈને ઇટવા ધોડી થી ડેરવાણ ચોકડી સુધીનો જે રસ્તો આવેલો છે તે ખુલ્લો રાખવો અને તેની જાણકારી દરેકને આપવી.

Trending

Exit mobile version