Sihor

માવઠાનો માર સહન કરનાર સિહોર અને જેસર પંથકને સહાય આપવામાં સમાવેશ કરો ; નાનુંભાઈ ડાખરા

Published

on

Pvar

જિલ્લા ભાજપના આગેવાન નાનુભાઈ ડાખરાએ સરકારને વિન્નતી કરતો પત્ર લખ્યો, પત્રમાં ખેડૂતોની વેદના ઠાલવી, સહાયમાં સમાવેશ કરી સર્વે હાથ ધરવા કૃષિમંત્રીને રજુઆત

ભર ઉનાળે પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક જીલ્લામાં ખેડૂતોની કમર તોડી નાખી છે.જેને લઇ રાજ્યની સરકારે તાકીદે સર્વે કરાવી ખેડૂતોને વળતર ચુકવવા અંગેની કામગીરી હાથ ધરી છે. જેમાં ખાસ વાત કરીએ સહાયમાં જીલ્લાના બે તાલુકાને બાદબાકી રખાય છે જેમાં સિંહોર અને જેસરનો સમાવેશ થાય છે. બન્ને તાલુકાનો નુકશાની વળતર આપવામાં સમાવેશ કરવા ચોમેર થી માંગ ઉઠી છે સિહોર અને જેસર પંથકમાં વ્યાપક નુકશાની માવઠાના કારણે થઇ છે ખાસ કરી સિહોર તાલુકાને માવઠાની નુકશાની સહાય માંથી વંચિત રાખવામાં આવતા સિહોર પંથકના ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી છે અને તેઓ પણ સરકાર પાસે યોગ્ય સર્વે કરાવી વળતરની માંગ કરી રહ્યા છે.

Include aid to Mawtha-stricken Sihore and Jessore dioceses; Little brother Dakhra

સિહોર પંથકમાં ઘઉં,ચણા,જુવાર, બાજરી સહિતના પાકો તેમજ બાગાયતી પાકો જેમાં લીંબુ, કેરી સહિતના પાકોને નુકશાન થયું છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે માવઠાની નુકશાની સહાય માં વળતરની માંગ કરી રહ્યા છે આ મામલે ત્યારે ભાજપના નેતાઓ પણ રજુઆત કરવા લાગ્યા છે. અગાઉ જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને સમગ્ર તાલુકા ભાજપ ટીમે મામલતદારમાં રજુઆત કરી સરકારને સહાયમાં સિહોરનો સમાવેશ કરવાની માંગ કરી હતી ત્યારે આજે ફરી જિલ્લા ભાજપના આગેવાન નાનુભાઈ ડાખરાએ સરકારને વિન્નતી કરતો પત્ર લખ્યો છે. પત્રમાં ખેડૂતોની વેદના સાથે સહાયમાં સમાવેશ કરી સર્વે હાથ ધરવા કૃષિમંત્રીને વિન્નતી કરી છે.

Advertisement

Trending

Exit mobile version