Vartej

વરતેજના સોડવદરા ગામે બકરાને બચાવવા જતા પિતા પુત્ર તણાયા – બન્ને મોતને ભેટ્યા

Published

on

  • સમી સાંજે સોડવદરા ગામે મોટી દુર્ઘટના, બકરા ચરાવી પરત ફરતા પિતા-પુત્ર પાણીના વોકણામાં તણાયા, બકરાને બચાવવા જતા સર્જાઈ ઘટના, અરેરાટી

મળી રહેલા અહેવાલો મુજબ સિહોર ભાવનગર વચાળે આવેલ વરતેજ નજીકના સોડવદરા ગામે પશુ ચરાવીને પરત ફરતા પિતા પુત્ર મોતને ભેટ્યા છે. પશુ ચરાવી પરત ફરતી વેળાએ પાણીના પ્રવાહમાં બકરાઓ તણાવવા લાગતા બચાવવા પિતા પુત્ર બન્ને કૂદી પડ્યા હતા અને બન્ને મોતને ભેટ્યા છે.

in-varatejs-sodavadara-village-father-and-son-were-strangled-while-trying-to-save-goats-both-died

અમારા સહયોગી દેવરાજ બુધેલીયા સોડવદરા ગામે બનેલા બનાવ સ્થળે ખાતેથી વિગતો આપતા જણાવ્યું હતું કે સોડવદરા ગામે રહેતા રામજીભાઈ મેઘાભાઈ પરમાર ઉ.૬૦ અને તેમના પુત્ર રાજેશ રામજીભાઈ પરમાર ઉ ૨૦ તેઓ પશુપાલન સાથે જોડાયેલા છે અને સાંજના સુમારે સોડવદરા ગામની બાજુમાં આવેલ ભંડાર ગામેથી બન્ને પિતા પુત્ર બકરાઓ ચરાવી પરત ફરતા હતા તે વેળાએ સોડવદરા ગામ નજીક એક પાણીના વોકણામાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં અચાનક બકરાઓ તણાવવા લાગતા રામજીભાઇ બકરાઓને બચાવવા કૂદી પડ્યા હતા આજ સરસામાં રામજીભાઇ બચાવવા પુત્ર રાજેશ કૂદી પડ્યો હતો અને આખરે બન્ને મોતને ભેટ્યા હતા

in-varatejs-sodavadara-village-father-and-son-were-strangled-while-trying-to-save-goats-both-died

૨૨ જેટલા બકરાઓ પણ આ ઘટનામાં મોતને ભેટ્યા છે તેવું સહયોગી બુધેલીયાએ કહ્યું હતું. બનાવને લઈ સ્થાનિક લોકો એકઠા થઇ પિતા પુત્રની લાશને બહાર કાઢી પોલીસ અને તંત્રને જાણ કરી હતી બકરાને બચાવવા જતા પિતા પુત્ર મોતને ભેટ્યા છે બનાવને લઈ અરેરાટી વ્યાપી ગઈ છે, બનાવને લઈ ૧૦૮, પોલીસ, ફાયર વિભાગ દોડી ગયો હતો

Exit mobile version