Mahuva
સંબંધોની હત્યા: મહુવામાં પુત્રએ આવેશમાં આવી ગળું દબાવી પિતાને ઉતાર્યા મોતને ઘાટ
બરફવાળા
- મહુવા : પુત્રએ આવેશમાં આવી ગળું દબાવી પિતાને ઉતાર્યા મોતને ઘાટ ; પૈસાની લેતી-દેતી બન્યું મોતનું કારણ
- શેત્રાણા ગામે બનેલી ઘટનાના પગલે મોટા ખુંટવડા પોલીસ કાફલાએ દોડી જઇ હત્યારા પુત્રને ઝડપી લેવા હાથ ધરેલી તજવીજ : શેત્રાણા ગામે પુત્રના હાથે પિતાની થયેલી હત્યાના પગલે ચકચાર
મહુવા તાલુકાના શેત્રાણા ગામે પિતા-પુત્ર વચ્ચે થયેલા ઝઘડામાં પુત્રએ ઉશ્કેરાઇ જઇ પિતાનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી. ઘટનાની જાણ થતા મોટા ખુંટવડા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતક પિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તેમજ હત્યારા પુત્રને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.જેમાં હત્યારો પુત્ર પોલીસના હાથવેંતમાં જ હોવાનું જાણવા મળ્યુ છે. ઘટનાની ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ મહુવાના મોટા ખુંટવડા પોલીસ તાબા હેઠળ આવેલા શેત્રાણા ગામે રહેતા વિઠ્ઠલભાઇ ખોડાભાઇ ઘોયલ (ઉ..વ.૭૦) અને તેના પુત્ર મથુર સાથે કોઇ બાબતે થયેલી બોલાચાલી બાદ પુત્ર બહાર ચાલ્યો ગયો હતો અને બાદમાં પરત આવી આવેશમાં આવી જઇ પિતા વિઠ્ઠલભાઇનું ગળું દાબી દેતા વયોવૃઘ્ધ વિઠ્ઠલભાઇનું મોત નિપજયુ હતુ. મથુરે તેના જ પિતાનું ગળુ દાબી હત્યા કરતા પરિવારમાં રાડારાડી મચી હતી. દરમ્યાનમાં હત્યાની ઘટના અંગે મોટા ખુંટવડા પોલીસ મથકના પીએસઆઇ સી.એસ.મકવાણા, હેડ કોન્સ્ટેબલ હામુભાઇ તેમજ જિજ્ઞેશભાઇ, કાળુભાઇ, દિલુભાઇ અને દેવુભાને જાણ થતા તાબડતોબ દોડી ગયા હતા અને મૃતક વિઠ્ઠલભાઇના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ર્એ ખસેડી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઇ જઇ પિતાને જ મોતને ઘાટ ઉતારી દેનાર મથુરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. દરમ્યાનમાં શેત્રાણા ગામે ચકચાર મચાવતી હત્યાની આ ઘટના અંગે હત્યારો પુત્ર મથુર ઘોયલ (ઉ.વ.આ.૪૭) પોલીસથી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યુ છે.