Bhavnagar

ભગવાન કંઈક છીનવી લે, તો કંઈક આપે પણ છે : બોટાદ જિલ્લાની દિવ્યાંગ કાજલનું ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં સિલેક્શન

Published

on

રઘુવીર

કાજલ બોળીયાની આઠ વર્ષ ની સખત મહેનત અને હિંમત રંગ લાવી, બોટાદ જિલ્લામાં પ્રથમ દિવ્યાંગ મહિલા ખેલાડીની ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમા પસંદગી થતા પરીવાર અને જિલ્લામાં ખુશી છવાઈ..

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તેનુંઉત્તમ ઉદાહરણ પાણવી ગામની કાજલ બોળીયા જર્મનીના બર્લિન ખાતે યોજાનાર સ્પેશીયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં બોટાદ જિલ્લાની પ્રથમ દિવ્યાંગ મહિલા ખેલાડી કાજલ બોળીયા અને મહિલા કોચ તરીકે પસંદગી પામતા પરીવારમાં આનંદ છવાયો.

If God takes away something, He gives something: Divyang Kajal of Botad district selected for Olympic World Games

ગુજરાતની દીકરી હવે જર્મનીમાં બાસ્કેટબોલ રમશે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામની સામાન્ય પરિવારની દિવ્યાંગ દીકરી કાજલ બોળીયા જુન ૨૩ મા જર્મનીના બર્લિન ખાતે યોજાનાર સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ ગેમ્સમાં બોટાદ જિલ્લામાંથી આ દિવ્યાંગ મહિલા ખેલાડી કાજલ બોળીયા અને કોચ તરીકે બકુલાબેન મોજીદરાની પસંદગી કરવામાં આવતા પરીવારમા આનંદ છવાયો છે.

If God takes away something, He gives something: Divyang Kajal of Botad district selected for Olympic World Games

સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ ૨૦૨૩ મા બોટાદની મહિલા દિવ્યાંગ ખેલાડી અને કોચની પસંદગી થઈ છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામની સામાન્ય પરીવારની દિવ્યાંગ દિકરી કાજલ બોળીયાની પસંદગી થતા જ ગામમાં ખુશી છવાઈ છે. તો મહિલા કોચ બકુલાબેન મોજીદરાની પણ પસંદગી થઈ છે. આગામી જુન મહિનામાં બંને જર્મનીના બર્લિન ખાતે યોજાનાર સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ માટે રમવા જશે. આખરે કાજલ બોળીયાની આઠ વર્ષ ની સખત મહેનત અને હિંમત રંગ લાવી. બોટાદ જિલ્લામાં પ્રથમ દિવ્યાંગ મહિલા ખેલાડીની ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમા પસંદગી થતા પરીવાર અને જિલ્લામાં ખુશી છવાઈ.

Advertisement

If God takes away something, He gives something: Divyang Kajal of Botad district selected for Olympic World Games

રાણપુર તાલુકાના પાણવી ગામે રહેતા હનુભાઈ બોળીયા પશુપાલનનો ધંધો કરે છે, જેમની ૧૭ વર્ષની દીકરી કાજલ બોળીયા મૂકબધિર છે. પરંતુ તેનુ ટેલેન્ટ સાવ અલગ છે. તે બાસ્કેટબોલની માહિર ખેલાડી છે. તેનામાં ટેલેન્ટ હોવાથી સામાન્ય પરીવારે તેને મદદ કરી અને સ્પોર્ટસ માટે તૈયાર કરી. તેની સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં તેની પસંદગી થતા કાજલ બોલીયાએ બોટાદ જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કર્યું છે અને અન્ય દિવ્યાંગો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ત્યારે કહેવાય છે ને કે ભગવાન કંઈક છીનવી લેતો હોય છે ત્યારે કંઈક આપતો પણ હોય છે. તેનું ઉત્તમ ઉદાહરણ કાજલ બોળીયા છે. કાજલ તેની સફળતાનું શ્રેય પિતા હનુભાઈ બોળીયા અને માતા બાઘુબેન બોળીયાને આપે છે.

Exit mobile version