Sihor

સિહોર ખાતે હેમુ કાલાણીના બલિદાન દિવસની પુષ્પાંજલી અર્પણ ઉજવણી કરાઈ

Published

on

પવાર

  • સિંધી સમાજ અને યુવા યુગ પરિવર્તન દ્વારા સિહોરના સિંધી કોલોનીમાં આવેલ ઝૂલેલાલ હોલ ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

સિહોર સિંધી સમાજ તથા યુવા યુગ પરિવર્તન દ્વારા શહેરના ઝૂલેલાલ હોલ ખાતે સમાજના આગેવાનો યુવાઓ સાથે મળી ને સિંધી સમાજ નૌજવાન શૂરવીર યુવા ક્રાંતિકારી એવા વીર અમર શહીદ હેમુ કાલાણી જે નાનપણ થી દેશ ની માટે કઈક કરવાની જુસ્સા ભરી ઊર્જા સાથે તેમણે દેશ ની આઝાદી ની લડત માં તેમજ અનેક આંદોલન માં પોતાની ભૂમિકા ભજવી માત્ર ૧૯ વર્ષ ની વયે ફાંસી ની સજા માં હસતા મુખે દેશ ની રક્ષા માટે પોતાના પ્રાણ ની પરવા કર્યા વગર અંતિમ શ્વાસ સુધી માં ભરતીના નારા ઇંકલાબ જિંદાબાદ ના નારા લગાવી ફાસી ને માંચડે ચડી પોતાના પ્રાણ માં ભારતી ને ત્યજયા હતા

hemu-kalanis-sacrifice-day-wreath-offering-celebration-at-sihore

એવા શૂરવીર અમર શહીદ વીર હેમુ કાલાણી જી ની શહાદત દીને બે મિનિટ નું મૌન પાડી અને પુષ્પાંજલી કરી સિંધી સમાજ ના મોભીઓ દ્વારા વીર શહીદ હેમુ કાલાણી વિશે મૌખિક વકૃતવ આપી સમાજ માં આવા ક્રાંતિકારી યુવા માંથી પ્રેરણા લઈ સમાજ માટે દેશ માટે કાઈક કરવા માટે ના દ્રષ્ટાંત ના પાઠ આપવામાં આવ્યા હતા

hemu-kalanis-sacrifice-day-wreath-offering-celebration-at-sihore

સ્વતંત્રતા મેળવવાની માટેની ચળવળમાં અનેક લોકોએ ભાગ લઈ સ્વતંત્રતાની લડાઈમાં લાખો લોકોએ પોતાના પ્રાણોની આહુંત્તિ આપી હતી. જેમાં સિંધી સમાજના નાની વયના હેમુ કાલાણી પણ હતાં જેમનો શહીદ દિવસના દિવસે જ જન્મદિવસ હતો જે દિવસની સિહોર ખાતે ઉજવણી કરી અંજલિ આપવામાં આવી હતી

Exit mobile version