Gujarat
ગુજરાત ભાજપના ધવલ દવે એ સીઆર પાટીલ સાથે ટેલિફોનિક વાત કરી બસ દુર્ઘટના અંગે ચિંતા કરી : ઉત્તરાખંડ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે ધવલ દવે સતત સંપર્કમાં
કુવાડીયા
સીએમ ભુપેન્દ્ર પટેલે પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું, મૂળ સિહોરના હાલ ગાંધીનગર સ્થિત ધવલ દવે એ ઉત્તરાખંડમાં થયેલી ભાવનગર બસ દુર્ઘટનામાં મૃતકોના પીએમથી લઈ ઇજાગ્રસ્તોને તત્કાલ સારવાર માટેની તમામ વ્યવસ્થાઓ કરી, દવે ગુજરાત સરકાર તેમજ ઉત્તરાખંડ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં
ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈ-વેના ગંગનાની પાસે પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. જે દુર્ઘટનાને લઈ મૂળ સિહોરના અને ગુજરાત ભાજપના નેતા ધવલ દવે સીઆર પાટીલ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા ઉત્તરાખંડમાં આજે રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ભાવનગરના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે.


તેમની વિગતો અને જાણકારી માટે ધવલ દવે ઉત્તરાખંડ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. દુર્ઘટનામાં ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો માટે પણ ધવલ દવે ઉત્તરાખંડ સરકાર અને ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છે. ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.


સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માત અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.