Gujarat
મિશન 2024 : આજથી ધવલ દવે રાજકોટ જિલ્લાના આંગણે, મિશનને સિદ્ધ કરવા ભાજપે સોંપી મોટી જવાબદારી..
કુવાડિયા
જૂનાગઢ જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સફળતાપૂર્વક સુપરે નિભાવ્યા બાદ ધવલ દવેને રાજકોટ જીલ્લાના પ્રભારી તરીકે મુકાયા, ચોમેરથી શુભેચ્છાઓનો વરસાદ, ધવલ દવેમાં ભાજપના વિવિધ સંગઠન અને આગેવાનો સાથે સંગઠન લક્ષી કામ કરવાની પદ્ધતિ કાબીલેતારીફ છે.
મુળ સિહોરના રહેવાસી અને હાલ ગાંધીનગર સ્થિત રહેતા ધવલ દવે ભાજપના પાયાના પથ્થર છે. જૂનાગઢ જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારી સફળતાપૂર્વક સુપરે નિભાવ્યા બાદ મિશન ૨૦૨૪ ને લઈ ધવલ દવેને રાજકોટ જિલ્લાની સૌથી મોટી જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા સોંપવામાં આવી છે ધવલ દવે બાળપણથી જ ભાજપ તેમનો નાતો રહ્યો છે. આમ નાનપણથી જ ભાજપની વિચારધારાથી સમરસતા સાકાર કરવા તમામ જ્ઞાતિ-જાતિના સમાજને સાથે રાખીને ચાલનાર ઉમદા વ્યકિતત્વ ધરાવે છે. જાહેર જીવનમાં ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરીને એક કુશળ વહીવટકર્તા તરીકે ઉપસી આવેલ યુવા નેતા હંમેશા સંગઠનની બાબતોમાં કુશળ અને જાગૃત પ્રહરી તરીકેની છબી ઉપસાવેલ છે, ધવલ દવે પાર્ટી માટે સફળ સંચાલન નિર્મળતા અને નિર્ણાયકતા એકમેકના પર્યાય બની ગયા છે.
સરળ વ્યકિતત્વની છાપ ધરાવતા ધવલ દવેને અગાઉ પણ ભાજપ દ્વારા અનેક જવાબદારીઓ સોંપી છે ને સુપરે રીતે પાર પાડવામાં સફળ રહ્યા છે, નગરપાલિકા ચૂંટણી લડેલા ધવલ દવે પાર્ટી માટે રાત દિવસ ગામડે ગંદા ખૂંદ્યા અને સમય આગળ સરકતો ગયો ભાજપ હાઈ કમાન્ડ દવેને એક પછી એક જવાબદારી સોંપતા ગયા અને તેઓ જવાબદારીઓ સુપેરે પાર પાડી અને હાઈ કમાન્ડના વિશ્વાસુ બનતા ગયા અનેક જવાબદારીઓમાં કુનેહ થી કામ લેતા ગયા વિરોધ ને ડામતા ગયા અને સંગઠન સાથે પ્રજાજનોમાં લોકપ્રિય બનતા ગયા ત્યારે જૂનાગઢ જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સફળતાપૂર્વક સુપરે નિભાવ્યા બાદ ધવલ દવેને ૨૦૨૪ને પાર પાડવા રાજકોટ જિલ્લાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ધવલ દવે પર શુભેચ્છાઓનો વરસાદ થયો છે શંખનાદ પરિવાર તરફથી ધવલભાઈને ખુબ ખુબ શુભેચ્છાઓ.