Sihor

સિહોરના ગૌતમી નદીના પુલને એક વર્ષ પૂરું થયું નથી ત્યાં ખખડજન

Published

on

પવાર

સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 5 જે ગૌતમી નદી ના પુલ ને એક વર્ષ નથી થયું ત્યાં ખખડધજ ને લઈ ભ્રષ્ટાચાર ની બદબુ આવી રહી છે તેવો ખુલ્લો આક્ષેપ કરતા પાલિકા ના પૂર્વ પ્રમુખ દીપસંગ રાઠોડ સિહોર નગરપાલિકા ના વોર્ડ નં 5 જે ગૌતમી નદી નો લાખો રૂપિયા ના ખર્ચે બનાવવા માં આવેલ આ પુલ 12/07/22 ના રોજ સિહોર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વિક્રમ નકુમ ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ .ત્યારે આ પુલ અનેક સોસાયટી ને જોડતો પુલ તેમજ નાના વાહનો માટે તેમજ રાહદારીઓ માટે બાયપાસ માટે મહત્વ નો ઉપયોગી સિહોર ના બન્ને છેડે જોડતો પુલ હોય તેમજ ચોમાસા માં વરસાદી પાણી ને લઈ ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર વરસાદી પાણી પુર ને લઈ આ રોડ ઉપર થી નાના વાહનો તેમજ રાહદારીઓ માટે મહત્વ નો રોડ ગણાય છે ત્યારે માત્ર. ને માત્ર 1 વર્ષ માં આ પુલ જર્જરિત હાલતમાં થઈ ગયો છે..

gautami-river-bridge-in-sihore-has-not-completed-a-year-yet-khakhadjan

આ રોડ નું કામ RCC માં બનાવવા ને બદલે સી. સી રોડ બનાવવા માં આવ્યો છે નબળી મટીરીયલ અને નબળી કામગીરી ને જોતા આ પુલ ના પીલોર ના માત્ર ખીલા ઓ તેમજ પાઇપ અટકાવેલા છે ત્યારે કોઈ નિર્દોષ નો જાન જોખમાય તેવી પરિસ્થિતિ જોવા મળી છે વધુ માં ચીફ ઓફિસર તેમજ જે તે સમયના સતાધીશો,વિપક્ષ અને અસામાજિક તત્વો જે ચંડાળ ચોકડી દ્વારા આ પુલ ને ધરાશાયી કરી અને અસામાજિક તત્વોએ દ્વારા પુલ ને પણ નુકશાન કરતા હોવાનો ભાજપ ના પૂર્વ પ્રમુખ દિપસંગ રાઠોડ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આ ગૌતમીનદી પુલ પાસે અસામાજિક તત્વોએ દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલ પુલ ની બાજુ માં બાવળના કાંટા ફેંકવા માં આવ્યા છે તો રાત્રી ના કોઈ અસામાજિક તત્વો દ્વારા પુલ ને નુકસાન કરવાનું ષડયંત્ર રચ્યું હોય અને જે અંગે પાલિકા દ્વારા CCTV કેમેરા મુકવા જોઈએ તેમજ દિપસંગ રાઠોડ દ્વારા જણાવેલ કે તેઓ એ સિહોર પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી સાથે કોઈ અસામાજિક તત્વો દ્વારા આ પુલ ને નુકશાન કરવામાં આવતું હોય તે અંગે પોલીસ સ્ટેશન,સિહોર પાલિકા ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

Exit mobile version