Sihor

સિહોર વોર્ડ 2માં ગટરના ઢાંકણા ખુલ્લા

Published

on

સિહોર નગરપાલિકા વોર્ડ નં 2 એટલે પૂર્વ ઉપપ્રમુખના વોર્ડ માં જે ત્રિકોણીય માર્ગ આવેલો છે જ્યાં આગળ સતત ૨૪ કલાક આ રોડ ઉપર રાહદારીઓ તેમજ વાહનોની સતત અવરજવર ચાલુ રહેતી હોય છે. પરંતુ અહીં ગટરના ઢાંકનું ખુલ્લું હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે.આ વિસ્તાર ભલે સ્લમ્ એરિયા કહેવાય પરંતુ અન્ય વિસ્તારો કરતા વિકસીત વિસ્તાર છે

Sewer lids open in Sihore Ward 2

આ વોર્ડ માં ૧૯૯૫ થી “એક હથ્થું શાસન ચતુરભાઈ રાઠોડ પરિવાર નું રહ્યું છે જેમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ એક પણ ચૂંટણી હાર્યા નથી તેમ આ નવા ગુંદાલા વિસ્તાર ના નરેન્દ્રમોદી અમિતશહ તરીકે જાણીતા ચતુરભાઈ અને ઠાકરશીભાઈ રાઠોડ એટલે આ વિસ્તાર ના હુકમનો એક્કો ગણાય છે. પરંતુ તેમના વિસ્તારમાં તંત્રના મહાપાપ ને લઈ ગટર ના ખુલ્લા ઢાંકણા ખુલ્લા હોવાના કારણે લોકોને હાલાકી ઉભી થઇ છે.

Exit mobile version