Sihor

સિહોરના વડલા ચોકથી દાદાની વાવ સુધી અકસ્માત નોતરતી ટ્રાફિક સમસ્યા – આડેધડ પાર્કિંગ બન્યું માથાનો દુખાવો

Published

on

Pvar

સિહોરના વડલા ચોકથી દાદાની વાવ સુધી બેંકો અને સરકારી કચેરીઓ આવેલ છે જેને લઈને પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા અકસ્માત ને નોતરું આપી રહી છે. સિહોર શહેરી વિસ્તાર ના ભદ્ર વિસ્તાર અને રાજકોટ ભાવનગર હાઇવે ની જે અમુક દુકાન ધારકો પોતાની દુકાન થી વધુ આગળ ઓટલા બનાવી દબાણ ને લઈ હાઇવે રોડ પણ સાંકડો રસ્તાઓ ને લઈ અકસ્માત ને નોતરી રહ્યા છે.તેમજ આ વિસ્તાર માં કોઈ જાણીતી ચા ની હોટલ હોય ત્યાં ચા ના રસિયાઓ આડેધડ વાહનો બાઈક,મેજિક રીક્ષા મીની બસો સહિત આડેધડ રોડ ઉપર પાર્કિંગ કરી હાઇવે રોડ ઉપર દબાણો થતા અડચણ રૂપ ને લઈ વારવાર અકસ્માતો ના બનાવો બનતા હોય છે.

from-wadla-chowk-in-sihore-to-dadani-vav-traffic-problem-due-to-accidents-haphazard-parking-became-a-headache

આ વિસ્તાર માં સ્કુલ, રેસીડેન્સી એરિયા,કોમ્પલેક્ષ,હોસ્પિટલ,સરકારી કચેરીઓ સહિત આ વિસ્તારમાં હોય તો આ બાબતે આર.ટી.ઓ,હાઇવે ટ્રાફિક પોલીસ તંત્ર ,નાયબ કલેક્ટર સિહોર, મામલતદાર શ્રી સિહોર નગરપાલિકા સહિત આ વિસ્તારમાં ટ્રાફિક દબાણ હટાવવા તેમજ આડેધડ દુકાન આગળ બનાવેલ ગેરકાયદેરસર ના ઓટલા હટાવવા નગરપાલિકા દ્વારા કાયદેસર પગલાં ભરવા સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.

Trending

Exit mobile version