Sihor

સિહોરમાં ચારેબાજુ ગંદકીના ઢગલા, મુખ્ય રસ્તાઓ બન્યા કચરાની ડમ્પિંગ સાઇડો

Published

on

રાહદારીઓ મોંઢે રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર : પાલિકાતંત્રની સફાઇ કામગીરી સામે પ્રશ્ન, લોકો વેરા ભરે છે છતાંય સુવિધા મળતી નથી

Garbage piles all around in Sihore, main roads turned into garbage dumping sides

સિહોર શહેરમાં અનેક સ્થળોએ કચરાના ઢગલાથી પારાવાર ગંદકી જોવા મળી રહી છે. અસહ્ય દુર્ગંધના કારણે રાહદારીઓ પણ મોંઢે રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર બન્યા છે. પાલિકા તંત્ર દ્વારા સફાઇની કામગીરીમાં કેટલી હદે વેઠ ઉતારવામાં આવી રહી છે લોકો પાસેથી સફાઇ સહિતના વેરા ઉઘારાવાય છે સિહોર શહેરમાં અનેક સ્થળોએ ગંદકી અને કચરાના ઢગલા ખડકાયેલા રહે છે. આ ગંદકી કચરો ભારે દુર્ગંધ મારતો હોય સ્થાનિક રહીશામાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છ શહેર, સ્વસ્થ શહેરની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. નગરપાલિકા સફાઈ કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.  આમ છતાં નગરજનોની અવરજવરથી ધમધમતા જાહેર રસ્તાઓ પર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. ગંદકી કચરાના ઢગલા હોય પશુઓ કચરો વેરવિખેર કરતા હોય છે. જેથી લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. ગંદકી કચરાના ઢગલા ભારે દુર્ગંધ મારતી હોય લોકોમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા નિયમિત સફાઈ કરવા માંગણી ઉઠવા પામી છે.

Trending

Exit mobile version