Gujarat
સિહોર ; રવિવારથી હોળાષ્ટકનો પ્રારંભ: નવ દિવસ સુધી તમામ શુભ અને માંગલિક કાર્યો પર બ્રેક
પવાર
- શિયાળુ લગ્નોત્સવ અંતિમ ચરણમાં: આગામી માસમાં લગ્નસરાની સિઝન જામશે
આગામી તા.26 ફેબુ્રઆરીને રવિવારથી હોળાષ્ટકનો પ્રારંભ થશે. આ સમયગાળા દરમિયાન તમામ શુભ અને માંગલિક કાર્યો પર નિષેધ રહેશે. રવિવારથી કમુર્હૂતા બેસશે જેથી લગ્ન અને વાસ્તુ પ્રસંગોમાં બ્રેક રહેશે. ગત તા.26 જાન્યુઆરીએ વસંતપંચમીના વણજોયા શુભમુર્હૂતથી લગ્નસરાની સિઝન શરૂ થઈ હતી. જે હવે આગામી તા.26 ફેબુ્રઆરી સુધી ચોતરફ લગ્નસરાની સિઝન જામેલી રહેશે. શિયાળુ લગ્નોત્સવનો હાલ અંતિમ તબકકામાં પ્રવેશ થયો છે. તા.26 રવિવારે કમૂરતા બેસી જાય તે પહેલા રાજયભરમાં હજજારોની સંખ્યામાં લગ્નપ્રસંગો યોજાશે. આ વખતની લગ્નસરાની સિઝનમાં વિવિધ જ્ઞાાતિઓ,સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે ઠેર-ઠેર સમુહલગ્નોત્સવના પણ અધિક પ્રમાણમાં આયોજનો થયા હતા. હોળાષ્ટક કમુર્હૂતા અને ત્યારબાદ મીનારક મુર્હુતાના કારણે કેટલોક સમય શુભ અને માંગલિક કાર્યો માટેના મુર્હૂત ઓછા મળશે.
હોળી પહેલાના આઠ દિવસ એ હોળાષ્ટક કમુર્હૂતાના ગણાય છે. ભારતીય ધર્મશાસ્ત્રોમાં દર્શાવાયા મુજબ અને જયોતીષાચાર્યોના જણાવ્યા અનુસાર આ દિવસોમાં હોળીની સામી ઝાળ આવતી હોય તેથી તે દરમિયાન શુભ અને માંગલિક કાર્યો વર્જય ગણી શકાય હોળાષ્ટક બાદ ઉનાળુ લગ્નોત્સવની સીઝનના માંગલિક કાર્યોનો ધમધમાટ ફરી શરૂ થશે. આ વખતની લગ્નસરાની સિઝન ધંધાર્થીઓને ફળી ગત વસંતપંચમીથી શરૂ થયેલ શિયાળુ લગ્નોત્સવની સિઝન કંકોત્રીના છાપકામથી લઈને અનેક નાના-મોટા ધંધાર્થીઓને ફળી હતી. લગ્નસરા દરમીયાન જ્ઞાાતિ, સમાજની વાડી, બોર્ડિંગ પાર્ટીપ્લોટ, રીસોર્ટ પેક થઈ ગયા હતા. મંડપ સર્વિસ, લાઈટ ડેકોરેટર્સ, સાઉન્ડ સિસ્ટમ, વર અને વધુ માટે રેડીમેડ વસ્ત્રો ભાડે આપનાર, બ્યુટીપાર્લર, કેટરર્સ, પ્રિન્ટર્સ, ફૂલના વિક્રેતાઓ, ઢોલી, બેન્ડવાજા, ડીજે, લગ્નગીત માટે ગાયક કલાકારો, સાજીંદાઓ, ટ્રાન્સપોર્ટેશન તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ સહિતના માટે આ વખતની સિઝન પ્રમાણમાં સારી રહી હોવાનુ જાણવા મળ્યુ હતુ.