Sihor

ઇતિહાસમાં પ્રથમવાર હોલિકા દહનમાં વરસાદનું વિઘ્ન : કાલે રંગોનું પર્વ ધૂળેટી ઉજવાઈ

Published

on

દેવરાજ

સિહોર સહિત જિલ્લામાં સોમવાર સાંજે વરસાદ, વિજળીના કડાકાભડાકા થતાં અનેક વિસ્તારોમાં હોલિકા દહનમાં વિક્ષેપ : મંગળવારે પણ અનેક જગ્યાએ હોળી પ્રગટાવાઈ : કાલે ઉજવાયો ધુળેટી પર્વ

ઇતિહાસમાં પ્રથમવાર હોલિકાદહન પર્વની ઉજવણીમાં મેઘરાજાનું વિઘ્ન નડયું હતું. હોલિકાદહન માટે સમગ્ર સિહોર મંડળો તથા આયોજકો દ્વારા સવારથી જ તૈયારીઓ થઇ ચૂકી હતી. પરંતુ સોમવારે સાંજે વાતાવરણમાં પલ્ટો આવતા પવન સાથે વરસાદ પડતા હોલિકાદહનમાં વિક્ષેપ પડયો હતો. જોકે ઘણા આયોજકોએ તાલપત્રી અને પ્લાસ્ટીક ઢાંકીને છાણાને ભીના થતા બચાવ્યા હતા.

For the first time in history, Holika Dahan was interrupted by rain: The festival of colors was celebrated yesterday

અનેક જગ્યાએ વરસતા વરસાદે હોલિકા પૂજન પણ કરેલ હતું. મેઘરાજા લગભગ રાત્રીના 8 સુધી વરસ્યા હતા. અનેક જગ્યાએ કરા પડયા હતા. આકાશમાં વીજળીઓના કડાકા ભડાકા થતા હતા.રાત્રીના નવ બાદ અનેક વિસ્તારોમાં હોલિકા દહન થયું હતું. જે વિસ્તારમાં હોલિકા દહન ન થયું ત્યાં મંગળવારે રાત્રે હોલિકાદહન થયું.

For the first time in history, Holika Dahan was interrupted by rain: The festival of colors was celebrated yesterday

કાલે ધુળેટી પર્વ ઉજવાયો. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વ હોળીની સોમવારે સિહોરમાં અનેરા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢળતી સાંજે તથા રાત્રે હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

Advertisement

For the first time in history, Holika Dahan was interrupted by rain: The festival of colors was celebrated yesterday

લોકોએ હોલિકા દહનના કાર્યક્રમો તેમજ હોળીની પૂજા અને પ્રદક્ષિણા સાથે ધાણી, ખજૂર, દાળિયા, તથા શ્રીફળ વધેરીને પૂજન-અર્ચન કર્યું હતું. બાળકો તથા યુવાઓએ હોળીની 108 પ્રદક્ષિણા કરી ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં જેનું ખાસ અને અનેરૂ મહત્વ હોય છે.

Exit mobile version