Sihor

ફાગણ ફોરમતો આવ્‍યો… આનંદના અબીલ ગુલાલ ઉડાડતો આવ્‍યો…

Published

on

દેવરાજ

  • સિહોર – રાત્રે ઠેરઠેર હોલિકા દહન : બુધવારે રંગોત્‍સવ
  • કોઇ સ્‍થળે કાલે જ ધુળેટી મનાવી લેવાશે : હોળી-ધુળેટી પર્વના રંગે રંગાતુ સિહોર : ખજુર, ધાણી, દાળીયા, ટોપરા, સાકરના હારડાની બજારો ધમધમી

આજે ફાગણ સુદ પુનમના હોળી પર્વ મનાવાશે. જયારે બુધવારે રંગ પર્વ ધુળેટીની ઉજવણી કરવા સિહોર સજજ થયુ છે. શહેરભરમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે. ધાણી, દાળીયા, ખજુર, સાકરના હારડા, ટોપરાની ઉત્‍સવલક્ષી ખરીદી બજારોમાં જોવા મળી રહી છે તો રંગ અને પીચકારીની બજારોમાં પણ છેલ્લી ઘડીની ખરીદી જામી છે. ચોમેર ઉત્‍સવી માહોલ છવાયો છે. સાંજે હોળી દહન માટે તૈયારીઓ કરાઇ છે.

Fagan Forums came... Abil Gulal of Anand came flying...

ચોકે ચોકે છાણાના ગંજ ખડકવામાં આવ્‍યા છે. રંગ અને ફુલોનો શણગાર કરાય છે. વિવિધ વિસ્‍તારોમાં જેતે લતાવાસીઓ દ્વારા અને સંસ્‍થા મંડળો દ્વારા હોલીકા દહનના આયોજનો કરવામાં આવ્‍યા છે. જો કે હંમેશા હોળીના બીજા દિવસે રંગપર્વ ધુળેટી મનાવાતી હોય છે. પરંતુ આ વખતે એક દિવસનો ગેપ આવી ગયો હોય તેમ બુધવારે ધૂળેટી મનાવાશે. કોઇ સ્‍થળોએ કાલે પણ ધૂળેટી મનાવાશે

Exit mobile version