Sihor
આઝાદી બાદ પ્રથમવાર સિહોરના ખાંભા ગામને મોબાઈલ નેટવર્ક મળ્યું
પવાર
સિહોર થી ત્રણ કિમિ દૂર ખાંભા ગામે મોબાઇલ નેટવર્ક ટાવર શરૂ થતા ગ્રામજનોમાં ખુશી, ખાંભા મોબાઈલ નેટવર્ક સાથે જોડાયું
સિહોર થી ત્રણ કિમિ દૂર ખાંભા ગામે મોબાઈલ ટાવરની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ચાલુ હતી. હવે મોબાઈલ ટાવર શરૂ થતાં અહીં આસપાસ વિસ્તારના લોકોને મોબાઈલ નેટવર્કનો આઝાદીના વર્ષો બાદ લાભ મળતાં ગ્રામજનોમા ખુશી છવાઈ છે. ગુજરાત રાજ્ય ટેક્નોલોજી યુગ તરફ આગળ વધી રહ્યું છે. જેમાં હાલ મોબાઈલ નેટવર્ક ખૂબ જ અગત્યનું બન્યું છે. મોબાઈલ વગર કશું ચાલતું નથી. તે વાત હાલ નકારી શકાય તેમ નથી. ત્યારે સિહોરના ડુંગર વિસ્તારના આંતરિયાળ ગામડાઓમાં સૌથી પહેલાં બીએસએનએલ નેટવર્ક આવતું હતું પરંતુ બીએસએનએલના સરકારી તંત્રં પૂરતું ધ્યાન ન આપતાં ધીરે ધીરે ખાનગી કંપનીના મોબાઈલ નેટવર્ક તાલુકામાં કાર્યરત થયા હતા અને હાલ સિહોર તાલુકાના ખાંભા ગામે મોબાઈલ ટાવર ઉભો કરાયા બાદ શરૂ થતા હાલ આઝાદીના વર્ષો બાદ મોબાઈલ નેટવર્ક શરૂ થયેલ છે.
જેને લઈ વિસ્તારના લોકોમાં ખુશી ફેલાઇ છે. મહિલા સરપંચશ્રી શિલ્પાબેન મોરીના પ્રયત્નો ના પરિણામે થોડા દિવસો અગાઉ મોબાઈલ ટાવર નું ખાતમુહૂર્ત કરવામાં આવેલ જેનું કામ પૂર્ણ થતા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોબાઈલ ટાવરનું ઉદઘાટન ભાવનગર જિલ્લા ગ્રામ્ય વિકાસ નિયામક શ્રી જયશ્રીબેન વરૂ દ્વારા કરવામાં આવેલ. ખાંભા ગ્રામજનો નો આતુરતા નો અંત આવ્યો ગામમાં ખુશીનો માહોલ મિઠાઈ વેચી ખુશી વ્યક્ત કરી, આ પ્રસંગે સિહોર તાલુકા પંચાયત એ.ટી.ડી.ઓ. શ્રી ગોહિલ, ખાંભા સરપંચ શ્રી શિલ્પાબેન જી.મોરી,તલાટીમંત્રી,પંચાયત સદસ્યશ્રીઓ, ધીરજભાઈ મલ્હોત્રા, ઈન્ડસ કંપનીના ફિલ્ડ ઈન્જીનીયર રીતેશભાઈ રેવર ,તથા મોટી સંખ્યામાં બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને હર્ષોલ્લાસ સાથે યુવા અને જાગૃત સરપંચ નો આભાર વ્યક્ત કર્યો હતો