Sihor

સિહોરના ખાંભા ગામે મોબાઈલ નેટવર્કના અભાવે જીવતા ગ્રામજનોની સમસ્યાનો અંત ; મોબાઈલ ટાવરનું કામ શરૂ

Published

on

પવાર

વર્ષોથી મોબાઇલ નેટવર્ક વગરના અભાવમાં જીવતા ગ્રામજનોની સમસ્યા હળવી થશે, કવરેજ માટે ફાંફા નહિ મારવા પડે, શિલ્પાબેન મોરી અને ઘનશ્યામભાઈ મોરીની મહનેત રંગ લાવી રહી છે, ખાંભા ગામ ડીજીટલ તરફ

સિહોર તાલુકાનું ખાંભા ગામમાં હજી 17મી સદી ચાલતી હોય એવું લાગતું હતું ગામે ગામે વિદ્યાર્થીથી લઇને ખેડૂત સુધી મોબાઇલ પહોંચી ગયો છે.પરંતું મોબાઇલ હોય અને કવરેજ મળતું ન હોય તો મોબાઇલ શું કામનો ? આવી જ સમસ્યા સિહોર તાલુકાના ખાંભા ગામના ગ્રામજનો એમાં પણ ખાસ તો ખેડૂતો ભોગવી રહયાં હતા ત્યારે આજ રોજ ખાંભા ગામે નેટવર્ક માટે મોબાઈલ ટાવરનું મંદિરના મંહત અનોપદાસ બાપુ ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેથી ગામ લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે સરપંચ શ્રી શિલ્પાબેન મોરી અને ઘનશ્યામભાઈ મોરીની મહેનત રંગ લાવી છે.

An end to the problem of villagers living without mobile network in Khambha village of Sihore; Mobile tower work started

આજે મોબાઈલ ટાવરના ખાત મુહૂર્તમાં સરપંચ, સભ્ય, ગામનાં આગેવાનો, યુવાનો, સાધુસંતો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા, મોબાઈલ નેટવર્કનો ટાવર આવવાથી ખાંભા ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો દિકરીબા દ્વારા ગામ લોકોને તિલક કરી મિઠાઈ વહેચી મો મીઠાં કરાવવામાં આવ્યાં ગામ લોકોએ આનંદ વક્ત કર્યો હતો અને મહિલા સરપંચ ની કામગીરીને બિરદાવી રહ્યા છે, હવે ગામનાં ખેડૂતોને નાગરિકો ને ડીજીટલનો લાભ ઓનલાઈ પાકના રજીસ્ટ્રેશન, ભરતીફોર્મ, બેંકીંગની સુવીધાનો લાભ મળશે, સાથે સાથે શિહોર પંથકમાં ખાંભા ગ્રામ પંચાયત ની કામગીરીની પ્રશંસા થઇ રહિ છે.

An end to the problem of villagers living without mobile network in Khambha village of Sihore; Mobile tower work started

સરપંચ શિલ્પાબેન જી. મોરીએ નેટવર્કના ટાવર માટે સહયોગ મળેલ જિલ્લા કલેકટર શ્રી, મિડીયા કર્મીઓ, કંપનીના કર્મચારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે ખાંભા ગામનાં ખેડૂતોને ખાંભાથી 2 કિલોમીટર દૂર ડુંગરની ટોચ ઉપર ધોમધખતા તડકામાં બેસીને ઓનલાઈન નોંધણી કરવાની ફરજ પડતી હતી કારણ કે ખાભાં ગામમાં એકપણ કંપનીનું નેટવર્ક આવતું ન હતું જોકે આ સમસ્યા હવે ભૂતકાળ બનશે અને ખાંભા ગામ ડીજીટલ તરફ પ્રયાણ કરી રહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version