Gujarat

આપના ત્રીજા ઉપપ્રમુખ ભેમાભાઇ ચૌધરીની પાર્ટીને અલવીદા : કોંગ્રેસનો હાથ થામ્‍યો

Published

on

બરફવાળા

લોકસભા પહેલા વશરામ સાગઠીયા અને મનોજ ભુપતાણી બાદ ભેમાભાઇ ચૌધરીએ પાર્ટી છોડી ; શક્તિસિંહની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

લોકસભા ચૂંટણીમાં આપ-કોંગ્રેસનું ગઠબંધન થાય કે ના થાય પરંતુ ગુજરાત આપ નું કોંગ્રેસમાં વિલીનીકરણ થઈ રહ્યું હોય એવી સ્‍થિતિ જોવા મળી રહી છે.આપના ગુજરાતના ત્રીજા ઉપપ્રમુખે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ગુજરાતના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસનો ખેસ શક્‍તિસિંહ ગોહિલના હસ્‍તે ધારણ કર્યો. લોકસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. એકબાદ એક પાર્ટીના હોદ્દેદારો આપ છોડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અગાઉ બે ઉપ-પ્રમુખે પાર્ટી છોડ્‍યા બાદ વધુ એક ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીનો આપ ના મોહ ભંગ થતાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ભેમાભાઈ ચૌધરી આપ ગુજરાતના પાયાના વ્‍યક્‍તિ હતા. ગુજરાતમાં આપ ઉભી કરવામાં તેમનો મહત્‍વનો ફાળો રહ્યો હતો. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં દિયોદરથી આપ ના ઉમેદવાર હતા અને નજીવા મતોથી તેમની હાર થઈ હતી.

Farewell to the party of third vice-president Bhemabhai Chaudhary: Congress joins hands

જો કે હવે આપથી તેમનો મોહભંગ થયો છે અને તેઓ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા. આ સિવાય ફતેપુરા વિધાનસભા ચૂંટણીમાં આપના ઉમેદવાર રહેલ ગોવિંદભાઈ પરમાર કે જેમને વિધાનસભા ચૂંટણીમાં 40 હજાર મત મળ્‍યા હતા અને દાહોદ આપના પ્રમુખ પણ છે. તેમને પણ શક્‍તિસિંહના હસ્‍તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસમાં જોડાયેલ ભેમાભાઈએ આપ વિષે જણાવ્‍યું કે હવે ગુજરાત આપ ના યોગ્‍ય નેતૃત્‍વ નથી રહ્યું. ચૂંટણી બાદ શીર્ષ નેતૃત્‍વ યોગ્‍ય રીતે કામ નથી કરી રહ્યું એના કારણે કાર્યકરોનો મોહભંગ થઈ રહ્યો છે. હજી પણ કેટલાક કાર્યકરો પક્ષને અલવિદા કરશે. આ પ્રથમવાર નથી કે જયારે આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હોય. આપ ગુજરાતના ઉપપ્રમુખ રહેલ વશરામ સાગઠીયા અને મનોજ ભૂપતાણી તેમજ મહામંત્રી હરીશ કોઠારી પણ આપ ને અલવિદા કહી ચુક્‍યા છે. ખેડા, સુરેન્‍દ્રનગર અને અમરેલી આપ ના નેતાઓએ પણ પક્ષ છોડ્‍યા બાદ હવે ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી અને છેલ્લી ચૂંટણી લડેલા કેટલાક ઉમેદવારો પણ આપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આપ કોંગ્રેસનું યુનિટ શિથિલ અવસ્‍થામાં જોવા મળી રહ્યું છે ત્‍યારે સક્રિય રહી જનતા વચ્‍ચે રહેવા ટેવાયેલા કાર્યકરોનો મોહભંગ થઈ રહ્યો છે અને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે.

Advertisement

Trending

Exit mobile version