Gujarat
હાઈકમાંડ સાથે પ્રથમ બેઠક પૂર્વે જ શકિતસિંહનું ઓપરેશન : વશરામ સાગઠીયા કોંગ્રેસમાં
કુવાડિયા
આમ આદમી પાર્ટીમાં જાડાયેલા વશરામ સાગઠીયાની કોંગ્રેસમાં ઘર વાપસી : શક્તિસિંહની હાજરીમાં ખેસ ધારણ કર્યો, ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટીએ વશરામને ટિકીટ આપી હતી : ૩૦થી વધારે આગેવાનો સાથે કોંગ્રેસમાં જાડાયા
લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમાં આવી છે અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કરી દેવામાં આવી છે. નજીકના દિવસોમાં નવા પ્રભારીની વરણી પણ કરવામાં આવી શકે છે. પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રમુખે સંકેત આપ્યો હતો કે, પાર્ટી છોડીને ગયેલા નેતાઓની ઘર વાપસી થઈ શકે છે. જેની શરૂઆત આજથી થઈ ચૂકી છે અને શક્તિસિંહે આમ આદમી પાર્ટીમાં મોટુ ગાબડું પાડ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને આપ પાર્ટીમાં જાડાયેલા વશરામ સાગઠીયા કરી કોંગ્રેસમાં પરત આવ્યા છે.
પ્રદેશ પ્રમુખની હાજરીમાં તેઓ ૩૦ જેટલા આગેવાનો સાથે કોંગ્રેસમાં જાડાયા હતા અને શક્તિસિંહના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું હતું અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ તેમજ વશરામ સાગઠીયાએ આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હતું. જોકે આ બંને નેતાઓનો આમ આદમી પાર્ટીથી મોહભોગ થઈ ગયો હતો અને સૌથી પહેલા ઇન્દ્રનીલે ઘર વાપસી કરી હતી. શક્તિસિંહે રવિવારે સાબરમતી આશ્રમથી પદયાત્રા યોજી હતી અને જેમાં વશરામ સાગઠિયા પણ જોવા મળ્યા હતા અને તેમનો વીડિયો વાયરલ થયો હતો. બાદમાં આમ આદમી પાર્ટીએ કડક કાર્યવાહી કરી હતી અને તેમણે તમામ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કર્યા હતા.
જે। કે, એ નક્કી થઈ ચૂક્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે. આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની હાજરીમાં વશરામે ઘર વાપસી કરી હતી અને તેમની સાથે ૩૦ જેટલા આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા હતા. આ તબક્કે શક્તિસિંહે કહ્યું કે, કોંગ્રેસની વિચારધારા ધરાવતા તમામ લોકોનું સ્વાગત છે, અમે તમામને આવકારીએ છીએ. પાર્ટી છોડીને ગયેલા નેતાઓ પ્રેમથી પરત આવી શકે છે. વશરામ સાગઠીયાએ કહ્યું કે, મારા વડીલ પ્રમુખ બનતાં જ મેં મન બનાવી લીધું હતું કે હું કરી કોંગ્રેસમાં જઈશ. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે સૌરાષ્ટ્ર આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડ્યું છે. આગામી સમયમાં અન્ય નેતાઓ પણ ઘર વાપસી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યા બાદ શકિતસિંહ ગોહીલે રાજકીય ઓપરેશનને પ્રાધાન્ય આને જુના જોગીઓને પરત લેવાની રણનીતી અપનાવી છે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ શકિતસિંહ ગોહીલ તથા સીનીયર નેતાઓ કાલથી બે દિવસ દિલ્હીમાં છે. પ્રદેશ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે, રાહુલ ગાંધી વગેરે નેતાઓ સાથે મીટીંગ થવાની છે તે પુર્વે જ આ રાજકીય ઓપરેશન સુચક ગણવામાં આવી રહ્યુ છે.આવતા દિવસોમાં વધુ કેટલાંક નેતાઓને ખેડવવામાં આવે તેવી શકયતા છે.