Gujarat

ગુજરાત કોંગ્રેસમાં મોટી નવાજૂનીનાં એંધાણ : નવી ‘શક્તિ’નો સંચાર થાય તેવી શકયતા : શક્તિસિંહ ગોહિલ દિલ્હી રવાના

Published

on

કુવાડિયા

એરપોર્ટ પર હિંમતસિંહ પટેલ, દિપક બાબરીયા સહિતના કોંગી નેતાઓ હાજર રહ્યા : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં જુસ્સો ભરવા કવાયત.

ગુજરાત કોંગ્રેસમાં નવી ‘શક્તિ’નો સંચાર થાય તેવા  એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલે કમાન સંભાળ્યા બાદ નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં જુસ્સો ભરવા કવાયાત હાથ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્લી જવા રવાના થયા હતા. જેને લઈને એરપોર્ટ પર હિંમતસિંહ પટેલ, દિપક બાબરીયા સહિતના કોંગી નેતાઓ હાજર રહ્યા હતા.અચાનક પ્રદેશ પ્રમુખ દિલ્લી રવાના થતા ગુજરાત કોંગ્રેસમાં નવી જૂનીના એંધાણના અણસાર મળી રહ્યા છે.

A big change in Gujarat Congress: Possibility of new 'power': Shaktisinh Gohil leaves for Delhi

બીજી બાજુ દિલ્લીમાં અગત્યની બેઠક હોવાથી શક્તિસિંહ ગોહિલ દિલ્હી ગયાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો ગુજરાત કોંગ્રેસના પાયાના પથ્થર જુના જોગીઓ જે કોંગ્રેસ છોડીને પરત ગયેલા છે તેઓની કોંગ્રેસમાં ઘરવાપસી થશે અને યુવા કાર્યકરોને વધુને વધુ મોકા આપવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. 2024 ની લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ નવા જોમજુસ્સા સાથે બેઠી થશે. શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. જેને લઈ આજે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપ નેતા વશરામ સાગઠીયા સહિત 30 આગેવાન કોંગ્રેસમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાએ આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

Advertisement

Exit mobile version