Bhavnagar
ભાવનગરમાં સાંજે ધોધમાર વરસાદ: બે કલાકમાં અઢી ઇંચ થી વધુ મુશળધાર વરસાદ ખાબક્યો
Pvar
- અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ: વાહન ચાલકોને મુશ્કેલી
ભાવનગર શહેરમાં સાંજે 4:30 પછી મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં અઢી જેટલો વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભાવનગરમાં ફરી મેઘ સવારી શરૂ થઈ છે. સવારથી બપોર સુધી તડકો નીકળ્યા બાદ સાંજે 4:30 પછી એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ હતી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
ભાવનગર શહેર ઉપરાંત ઉમરાળા અને જેસરમાં સાંજે અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં છૂટોછાયો છવાયો વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં 52 મી.મી. ગારીયાધાર માં 1 મી.મી. જેસરમાં 12 મી.મી. મહુવામાં 1 મી.મી.અને વલભીપુરમાં 9 મી.મી. વરસાદ નોંધાયો છે. સાંજે પણ વરસાદ શરૂ રહેવા પામ્યો છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી રહેવા પામ્યું હતું .જ્યારે લઘુતમ તાપમાન 26.9 ડિગ્રી રહ્યું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 22 કિમી પ્રતિ કલાકની રહી હતી.