Bhavnagar

ઘોઘા અને વલભીપુરમાં અઢી ઇંચ વરસાદ, ભાવનગર શહેરમાં દોઢ ઇંચ વરસાદ, સિહોરમાં ઝાપટા

Published

on

દેવરાજ

ભાવનગર જિલ્લામાં હળવા ભારે ઝાપટાથી લઈ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે બપોરે ભાવનગર શહેર અને જિલ્લાના વલભીપુર ,ઘોઘામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે બપોરે વલભીપુર ઘોઘા અને મહુવા પંથકમાં મુશળધાર વરસાદ વરસી ગયો હતો. ભાવનગર શહેરમાં પણ બપોરે એકાએક ધોધમાર વરસાદ તૂટી પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

two-and-a-half-inches-of-rain-in-ghogha-and-valbhipur-one-and-a-half-inches-of-rain-in-bhavnagar-city-showers-in-sihore

ભાવનગર જિલ્લામાં આજે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં 31 મી.મી, મહુવામાં 45 મી.મી., વલભીપુર 62 મી.મી.ઘોઘા 63 મી.મી.ઉમરાળા 12મી.મી. ગારીયાધાર 7 મી.મી. જેસર 4 મી.મી.,જેસર 7 મી.મી., શિહોર  5 મી.મી. ,તળાજા 6મી.મી. અને પાલીતાણા માં 2 મી.મી. વરસાદ નોંધાયો છે. આજે ભાવનગર શહેર નું મહત્તમ તાપમાન 34.1 ડીગ્રી નોંધાયું હતું ત્યારે લઘુતમ તાપમાન 25.1 ડિગ્રી રહેવા પામ્યું  હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા રહ્યું હતું. જયારે પવનની ઝડપ 10 કી.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

Trending

Exit mobile version