Sihor
સિહોરમાં ટેક્નિકલ ખામીના કારણે અમદાવાદ રોડનું ફાટક ન ખુલતાં વાહનોનો ખડકલો
પવાર – દેવરાજ
ઇલેક્ટ્રિક સર્કીટમાં ખામી સર્જાઇ હોવાની પ્રાથમિક જાણકારી, ફાટકના ગેટ જ ન ખુલ્યા, વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ ટ્રાફિકમાં ફસાતા મુશ્કેલીમાં મુકાયા, ફાટક બંધ થયા બાદ કલાકો સુધી ખૂલ્યું જ નહીં, વાહનોની કંતારો લાગી
સિહોરના અમદાવાદ રોડ પર રેલવે ફાટક વારંવાર બંધ રહેતા હંમેશા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોઈ છે. આજે સોમવારે સાંજના સમયે રેલવે ફાટક બંધ થયા બાદ નહી ખુલતા વાહનોનો ખડકલો થયો હતો અને રેલવે તંત્ર સામે રોષ ફેલાયો હતો અહીંનું રેલવે ફાટક દિવસથી રાત્રીના દરમિયાન અસંખ્યવાર બંધ રહેવાના કારણે ગ્રામીણ વિસ્તારની પ્રજા મુશ્કેલીનો સામનો કરી રહી છે.
આજે સાંજે રેલવે ફાટક બંધ થયા બાદ ફાટકનો પાઈપો ઉંચો નહી થતા વાહનચાલકો પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. ટ્રેન પસાર થયા બાદ ટેક્નીકલ ખામીને કારણે ન ખુલતા બંને તરફ ટ્રાફિકનો ચક્કાજામ સર્જાયો હતો. જેના કારણે ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
આ ફાટક બંધ કરવામાં આવ્યો હતો અને ટ્રેન પસાર થયા બાદ ફાટક મેન દ્વારા ફાટક ખોલવા જતાં ઇલેક્ટ્રિક સર્કીટમાં ખામી સર્જાતા ફાટકના ગેટ ખુલ્યા ન હતા. જેને કારણે બંને તરફ વાહનોનો ખડકલો થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને વાહનોની લાઈનો હાઇવે પર લાગી હતો લોકો કલાકો સુધી અટવાયેલા રહ્યા છે અને રેલવે તંત્ર સામે રોષ વ્યાપ્યો હતો