Sihor
સિહોર-અમદાવાદ હાઇ-વે પરનું રેલવે ફાટક રાહદારીઓ માટે માથાના દુઃખાવા સમાન ; ઓવરબ્રિજની માંગ
કુવાડિયા
- એડવોકેટ કાંતિભાઈ ચૌહાણ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી ; લોકો માટે રેલવે ફાટક માથાના દુઃખાવા સમાન છે, ઓવરબ્રિજની તાત્કાલિક જરૂરિયાત છે
સિહોર અમદાવાદ રોડ પર આવેલ રેલવે ફાટક બાંલો સમય બંધ રહેતા વાહનોની કતારો લાગી જાય છે અને ખાસ્સો સમય ઈંધણ અને સમયનો વેડફાટ થાય છે. જોકે આ રેલવે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બનાવવા અવાર નવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ જવાબદાર તંત્રના બહેરાકાને આ વાત અથડાતી નથી. જેથી કાયમી ટ્રાફીકનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ત્યારે સિહોરના એડવોકેટ કાંતિભાઈ ચૌહાણ દ્વારા બ્રિજ બનાવવા માટેની માંગ કરી છે, સિહોર શહેરમાં અમદાવાદ રોડ ઉપર રેલવે ફાટક આવેલ આ ફાટક ટ્રેન અથવા માલગાડીઓ આવવાની હોય તે પહેલા ૧૫ મીનીટે રેલવે ફાટક બંધ કરી દેવામાં આવે છે. અને ટ્રેન અથવા માલગાડી રેલવે સ્ટેશન પર આવીને પાંચ મીનીટમાં ઉપડી ગયા બાદમાં આગળના સીગ્નલ ન મળે ત્યા સુધી રેલવે ફાટક ખોલવામાં આવતુ નથી. આ રોડ ઉપર બે જી.આઇ.ડી.સી. આવેલ છે.
તેમજ વડીયા, ઉસરડ તેમજ વલભીપુર, ઘાંઘળી, સમાડી, બરવાળા, ધંધુકા, ધોલેરા, અમદાવાદ ગાંધીનગર આવા અનેક ગામો સિહોરથી જવા માટે એક જ રોડ છે. અને હાઇવે હોવાથી ચોવીશ કલાક આ રોડ નાનામોટા વાહનોથી ધમધમતો રહે છે અને આ રોડ પર આંખા દિવસ રાત દરમિયાન અવારનવાર ટ્રેન અથવા માલગાડી આવવાના કારણે લાંબો ટાઇમ ફાટક બંધ થઇ જવાના કારણે નાના મોટા વાહનોની બન્ને સાઇડોમાં કતારો લાગી જવાના કારણે ટ્રાફીક જામ થઇ જાય છે. અને સામ સામે વાહનો થઇ જવાના કારણે ઘણીવાર કલાકો સુધઈ વાહનો નીકળી શકતા નથી. ક્યારેક અમદાવાદ દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઇ જાય છે. તો વડીયા-ઉસરડ કે ઘાંઘણી જેવા ગામોમાં થઈ પણ ઇમરજન્સી દર્દીઓને સિહોર સરકારી દવાખાને કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લાવવા હોય ત્યારે પણ વ્યાપક અગવાડતા ભોગવવી પડે છે. આ અમદાવાદ રોડના ફાટક પર ઓવરબ્રીજ બનાવા માટે અવાર નવાર રજુઆતો કરવા છતા કોઇ જ નિર્ણય જવાબદાર તંત્ર દ્વારા લેવાતો નથી. અને લોકો રાહદારીઓ ન છુટકે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. સિહોરના એડવોકેટ કાંતિભાઈ ચૌહાણ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી બ્રિજની માંગ કરી છે.