Sihor

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે જરાય ડરો નહીં, પોલીસનો સંપર્ક કરો ; પીઆઇ ભરવાડ

Published

on

  • હવે વ્યાજખોરોની ખેર નથી, સિહોર અને તાલુકાના વિસ્તારોમાં વ્યાજખોરોના દુષણને દુર કરવા પોલીસ ખાસ એક્શનમાં ; પીઆઇ ભરવાડે કહ્યું વ્યાજખોરો થી ડરતા નહિ, પોલીસ મથકનો સંપર્ક કરો

સિહોર ભાવનગર કે રાજ્યની અન્યો જગ્યા પર વ્યાજખોરનો આંતક કોઈ નવી વાત નથી. લાયસન્સ વિના ગેરકાયદે રીતે નાણાં ધીરનાર ઈસમો દ્વારા ઉંચા વ્યાજે નાણાં ધીરી, લોન આપી નાગરિકો પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે. અવારનવાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદો આવે છે. ત્યારે હવે સિહોર પોલીસે જાહેર જનતાને અપિલ કરી પઠાણી વ્યાજનું ઉઘરાણું કરતાં તત્તવો સામે વગર બીકે સામે આવી ફરિયાદ કરવાનું અથવા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું છે. વ્યાજખોરોનું દૂષણ વ્યાપક પણે છે.

dont-be-afraid-of-extortion-by-moneylenders-contact-the-police-pi-bharwad

અનેક પરિવારો વ્યાજના ખપ્પરમાં હોમાઈ ગયા છે. ત્યારે હવે તાલુકાના રહીશો માટે સિહોર પોલીસેે આ દૂષણને નાથવાનું અભિયાન શરૂ કરતાં જાહેર જનતાને અપિલ કરી છે કે કોઈપણ નાગરિકને વગર લાયસન્સે ઉંચા વ્યાજદરે ગેરકાયદેસર વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ આપવા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે..

Trending

Exit mobile version